________________
1172
હૃદય નયન નિહાળે જગધણી
એટલે જ “નિયમસાર’’માં નયની અપેક્ષાએ ભગવાન શ્રી કુંદકુંદ દેવે ફરમાવ્યું છે કે નિશ્ચય નયની અપેક્ષાએ કેવળી ભગવાન સ્વ-આત્માને જાણે છે જ્યારે વ્યવહાર નયની અપેક્ષાએ લોકાલોકના ભાવોને જાણે છે અને દેખે છે. જ્યારે રમણતા તો પોતાના અનંતગુણોમાં જ કરે છે.
સર્વદ્રવ્યોમાં સાધારણ પણે અગુરુલઘુ પર્યાય નિરંતર વર્તે છે એટલે સર્વજ્ઞ ભગવંતો પોતાની જ્ઞાનશક્તિથી પોતાનો અગુરુલઘુ પર્યાય જેમ જાણે છે તેમ સર્વ દ્રવ્યોની પણ પ્રત્યેક સમયની ભિન્ન ભિન્ન વર્તનારૂપ અગુરુલઘુ · પર્યાયને પણ જાણે છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગથી પ્રત્યેક સમયની અગુરુલઘુ પર્યાયરૂપ વર્તનાને સામાન્યપણે અને વિશેષપણે જાણે છે.
અગુરુલઘુ શબ્દ ત્રણ સ્થાનમાં વપરાય છે ૧) નામકર્મની પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદમાંનો એક ભેદ અગુરુલઘુ છે. ૨) ગોત્ર કર્મ સંબંધી ઉચ્ચગોત્ર નીચગોત્રની વિચારણામાં ગોત્ર કર્મના ક્ષયથી પ્રાપ્ત થતાં ગુણમાં અગુરુલઘુ શબ્દ વપરાય છે ૩) પરના યોગે પરિણામ પામવા સ્વરૂપ તેમ જ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ષડ્ડણહાનિવૃદ્ધિથી પ્રવર્તના રૂપ અગુરુલઘુગુણ. આમ ત્રણ સ્થાનમાં તેનો પ્રયોગ થાય છે.
૧) નામકર્મની પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદમાંના એક ભેદ તરીકે વપરાયેલ અગુરુલઘુ શબ્દ શરીરને-દેહને લાગુ પડે છે. એ કાય પ્રધાન પ્રકૃતિ છે. જે શરીર, હલન-ચલનની પ્રવૃત્તિમાં અનુકૂળ હોય, પછી તે જાડું હોય કે પાતળું હોય તો તે અગુરુલઘુ છે. પુદ્ગલના સ્પર્શગુણના આઠ ભેદોમાં ગુરુલઘુભેદનો, હલકા ભારે પણામાં સમાવેશ નાય છે.
૨) સંસારમાં ગોત્ર કર્મના કારણે ઉચ્ચ નચના ભેદ રહે છે, આ કર્મના કારણે જીવ કીડીના, હાથીના, કૂતરાના ખોળિયામાં આવે છે.
સાઘ્ય-પરમાત્મસ્વરૂપ સાથે સંબંઘ સંલગ્ન રાખવાથી મોહનીયનો ક્ષયોપશમ થાય છે. માત્ર સાધન સાથે સંબંધ રાખવાથી અર્થાત્ માત્ર ઘર્મીક્રયાથી મોહનીયનો ક્ષયોપશમ થતો નથી.