________________
શ્રી પાર્શ્વનાથજી
1169
છે '108
* ૪) અસંખ્યાત ગુણ વૃદ્ધિ ૮) અસંખ્યાત ગુણ હાનિ
જ્યારે શુદ્ધ આત્મામાં તો આગળમાં બતાવ્યા પ્રકારે છે પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ એમ બાર ભાવમાં વીર્યનું પરિણમન હોય છે.
- આત્માના જ્ઞાનાદિ અનંત ગુણો ભિન્ન ભિન્ન સ્વરૂપે એક જ આત્મદ્રવ્યમાં અગુરુલઘુ ગુણની વર્તનાથી અસંખ્ય પ્રદેશે પદ્ગણ હાનિ વૃદ્ધિથી અભેદરૂપે પ્રવર્તે છે. કારણકે સર્વદ્રવ્યોની સમસ્ત વર્તના એક અગુરુલઘુ ગુણ થકી અભિન્ન હોય છે. આ ગુણને લીધે એક જ દ્રવ્યમાં ભિન્ન ભિન્ન ગુણકાર્યને કરતા અનંતગુણો એક સાંકળની જેમ બંધાયેલા રહે છે તેમજ પદ્ગણ હાનિ વૃદ્ધિથી પ્રવર્તતા અનંતાગુણોનું અભેદ પરિણમન હોવાથી સર્વાત્મ પ્રદેશોથી જોવા-જાણવા રૂપે થતું કાર્ય કે આનંદ વેદન એક સરખું જ અનુભવાય છે-જણાય છે. - સકળ દ્રવ્યોના સઘળાં ગુણો પ્રતિ સમયે પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. આવી રીતે પોતપોતાની પર્યાયમાં હોવાપણું, રહેવાપણું, વર્તવાપણું તેને વર્તના કહેવાય છે અને તે વર્તનાનો સાધારણ આધાર પોતપોતાનો અગુરુલઘુ ગુણ છે અર્થાત્ આ ગુણ જડ-ચેતન દરેક દ્રવ્યોમાં રહેલો છે તથા આ ગુણને કારણે જ તે તે દ્રવ્યના તે તે ગુણો પરસ્પર હળીમળીને અભેદરૂપે પરિણમી રહ્યા છે. આથી જ કરીને આ અગુરુલઘુ ગુણની સાધારણતાએ અર્થાત્ સાધર્મેતાના કારણે કેવળી ભગવંતો પોતાના અગુરુલઘુ ગુણને જાણતા-દેખતાં થકાં સર્વ દ્રવ્યોના સર્વ ભાવોને જાણે છે અને દેખે છે. - દર્પણ, જળ વગેરે દ્રવ્યોમાં તેની સામે આવેલ અન્ય દ્રવ્યોની પ્રતિછાયા, જેમ આપોઆપ પડે છે તે જ પ્રમાણે અનંત ગુણયુક્ત સર્વજ્ઞ
આત્માનું જ્ઞાન કમિક નથી પણ અક્રમિક છે એટલે કાળાતીત છે.