________________
[1168 , હૃદય નયન નિહાળે જગધણી
હતા
આ શનગ તેથી તેની
છે તે દરેક ગુણો
ગુણ પણ ભળે
પણ જેવા
ઉ
કાચ અને પાણી બંને પારદર્શક છે પરંતુ તેઓ પોતાનામાં પડતાં પર પદાર્થના પ્રતિબિંબને છાયા ચિત્રરૂપે અસ્પષ્ટપણે બતાવે છે પણ તે-જ કાચ ઉપર ચાંદી અને સિંદુરનો લેપ લગાડવાથી તે કાચ હવે કાચ મટીને આરીસો બની જાય છે, તેથી પોતાનામાં પડતા પદાર્થના પ્રતિબિંબને સ્પષ્ટપણે ઉપસાવી શકે છે. કારણકે કાચરૂપ દ્રવ્ય હવે કાચ ન રહેતા આરીસો બની ગયો, દ્રવ્ય પલટાઈ ગયું, તેમ આત્માના અનંત ગુણો કે જે દરેકમાં જ્ઞાન ગુણ ભળેલો છે તે માત્ર કાચ કે પાણી જેવા સ્વચ્છ છે તેમ કલ્પી શકાય. તેથી તેનામાં વિશ્વ આખાના પદાર્થોને ઝીલવા સ્વરૂપ પ્રતિબિંબ ગ્રાહકતા નથી પરંતુ તે દરેક ગુણોમાં જ્ઞાનગુણ સાથે અગુરુલઘુગુણ પણ ભળેલો હોવાથી તે બધા ગુણો દર્પણ જેવા ઉજ્જવળ થઈ ગયા એટલે વિશ્વ આખાના પદાર્થો તેના ગુણો અને તેના સૈકાલિક પર્યાયો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપમાં જોવાની-દેખવાની શક્તિ તેમાં આવી ગઈ.
ઉપર કહ્યું તેમ જડ એવા કાચમાંથી દર્પણ બનતાં તેનામાં પણ જો શક્તિ પલટાઈ જાય છે, તો પછી વીતરાગ નિર્વિકલ્પ બનવાથી અગુરુલઘુ થયેલા આત્માની અનંત શક્તિનું તો પૂછવું જ શું? માટે આત્માની અનંત શક્તિ-આત્માના અનંત ગુણોનો વિચાર કરી તેમાં જ રમણતા કરવા જેવી છે, એવો આ ગાથાનો સાર છે.
સકળ સંસારી આત્માનું યોગવીર્ય તો ચાર પ્રકારની જ હાનિ વૃદ્ધિથી પ્રવર્તે છે; તે આ પ્રમાણે છે.
૧) સંખ્યાત ભાગ વૃદ્ધિ ૫) સંખ્યાત ભાગ હાનિ ૨) અસંખ્યાત ભાગ વૃદ્ધિ ૬) અસંખ્યાત ભાગ હાનિ ૩) સંખ્યાત ગુણ વૃદ્ધિ ૭) સંખ્યાત ગુણ હાનિ
આત્મા લોકાલોક (સ્વ-પર) પ્રકાશકરૂપ વ્યાપક છે એટલે ક્ષેત્રતીત છે.