________________
શ્રી પાર્શ્વનાથજી
1167
અગુરુલઘુગુણને જાણવો-ઓળખવો તે સૌથી વધુ કઠિન છે. તે ઓળખાયા પછી કશું જ ઓળખવાનું બાકી રહેતું નથી. અગુરુલઘુગુણ ઓળખાતા આત્માનું સ્વરૂપ ઓળખાઈ જાય છે, તો સાધનાનું સ્વરૂપ પણ ઓળખાઈ જાય છે. સાધનાનો માર્ગ અતિ સરળ બની જાય છે અને ઠેઠ મોક્ષ પ્રાપ્તિ સુધીના બધા જ દરવાજા ખુલી જાય છે.
સ્વયં કેવળજ્ઞાની બન્યા સિવાય આ અગુરુલગુણની સત્ય સુસ્પષ્ટ સમજ શક્ય નથી. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન પણ માત્ર રૂપી પદાર્થને જાણી શકવા સમર્થ છે પણ અરૂપીને નહિ. અરૂપીને જાણવાની શક્તિ આ અગુરુલગુણને આધારિત હોય એવી સંભાવના છે. આ ગુણ અત્યંત નિર્મળ, સ્વચ્છ, સ્વયં પ્રકાશિત છે. તેમાં જ્ઞાનાષ્ટિ કરવાથી આત્મા સઘળા દ્રવ્યોને એક સાથે જોઈ તેમજ જાણી શકે છે. પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં બધા દ્રવ્યોની છાયા એક સાથે પડે છે, તેને એક સાથે જોઇ અને જાણી લેવાની ટિશ શક્તિ અને જ્ઞાન શક્તિ આત્મામાં હોવા છતાં, જો આ અગુરુલઘુગુણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપીને રહેલો ન હોય તો જ્ઞાનરૂપી અરીસો પોતાનામાં પડતી પદાર્થોની છાયાને પકડી શકે નહિ. સંસારી અવસ્થામાં આત્મા કર્મરજથી મલિન થયેલો હોવા છતાંય આ ગુણને લીધે પોતાની હદ-મર્યાદામાં આવેલા પદાર્થોને જ્ઞાનરૂપી દર્પણમાં સ્પષ્ટપણે જોઇ શકે તેટલું ઉજળાપણું કર્મથી મલિન બનેલી અવસ્થામાં પણ ખુલ્લું રહે છે તો પછી સંપૂર્ણ કર્મક્ષય થવાથી આત્માની શક્તિમાં નિષ્કલંકતા પ્રગટ થયે છતે તે સંપૂર્ણ ચૌદ રાજલોકમાં આવેલા સર્વ પદાર્થોને તેના સર્વગુણ-પર્યાયો સહિત અલોકાકાશને એક સમય માત્રમાં, હાથમાં રહેલ આંબળાની જેમ અત્યંત સ્પષ્ટપણે જાણી લે તેમાં આશ્ચર્ય શું છે ?
આત્માને દેહ નથી એટલે અરૂપી-વ્યાતીત છે.