________________
1166
હૃદય નયન નિહાળે જગધણી
આત્માની બધીજ પર્યાયોમાં આ અગુરુલઘુગુણની વ્યાપકતાને કારણે છ પ્રકારની હાનિ અને છ પ્રકારની વૃદ્ધિ પ્રતિ સમયે થાય છે. છતાં પણ તે પોતાના સ્વરૂપમાં જેમ છે તેમ જ રહે છે. તે હાનિ વૃદ્ધિ આ પ્રમાણે છે.
૧) સંખ્યાત ભાગ હાનિ
૨) અસંખ્યાત ભાગ હાનિ
૩) અનંતભાગ હાનિ ૭) સંખ્યાત ગુણ હાનિ ૮) અસંખ્યાત ગુણ હાનિ ૯) અનંતગુણ હાનિ
૪) સંખ્યાત ગુણ વૃદ્ધિ ૫) અસંખ્યાત ગુણ વૃદ્ધિ ૬) અનંતગુણ વૃદ્ધિ ૧૦) સંખ્યાત ભાગ વૃદ્ધિ ૧૧) અસંખ્યાત ભાગ વૃદ્ધિ
૧૨) અનંત ભાગ વૃદ્ધિ
પાણીની રેંટમાં, જેમ જે ઘડાઓ ઉપર જાય ત્યારે તેમાં પાણી ભરાય છે અને જે ઘડાઓ નીચે જાય તેમાંથી પાણી ખાલી થાય છે તેમ અહિંયા પણ અસંખ્યાત પ્રદેશમાંથી પ્રત્યેક પ્રદેશે પ્રદેશે અનંતા ગુણો પૈકી પ્રત્યેક ગુણોની પ્રત્યેક પર્યાયોમાં ઉપર બતાવેલ હાનિ વૃદ્ધિ પ્રમાણે પરિણમન થયા કરે છે. કોઇક પ્રદેશે હાનિથી ગુણનું પરિણમન હોય તો કોઇક પ્રદેશે વૃદ્ધિથી તે જ ગુણનું પરિણમન હોય છે. તેમ જ એક સમયે જે પ્રદેશ ઉપર હાનિથી ગુણનું પરિણમન હોય તો બીજા સમયે તે જ પ્રદેશ ઉપર તે જ ગુણનું વૃદ્ધિથી પણ પરિણમન હોય છે.
આ અગુરુલઘુગુણ કેવલીગમ્ય છે. તેથી તેનું સંપૂર્ણપણે યથાર્થ વિશ્લેષણ કરવું તો છદ્મસ્થને માટે શક્ય નથી છતાં પણ તેને ઓળખાવવાનો યથા શક્ય પ્રયાસ અત્રે કરાયેલ છે. છ દર્શનોને જાણવા સહેલા છે. તેની અપેક્ષાએ છ દ્રવ્યોને જાણવા કઠિન છે. તેમાં પણ આત્મ દ્રવ્યને જાણવું અતિ કઠિન છે. અને તેમાં પણ આત્માના અનંતગુણોમાંથી આ એક
જે અસ્તિત્વથી ત્રિકાળ છે, જેનો કોઈ ગુણ (જાતિ) છે અને ગુણ પ્રમાણેનું જેનું કાર્ય છે; તે દ્રવ્ય છે.