________________
શ્રી પાર્શ્વનાથજી , 1159
- આ જ પાંચમી કડીનો પ્રધાન સૂર છે.
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ રૂપ આત્મચતુષ્કમયિ સત્તા પરમાં છે જ નહીં તો આત્મા પરદ્રવ્યનો જાણકાર કઈ રીતે? એ જ વાતને છઠ્ઠી ગાથામાં વિસ્તારે છે.
પર ભાવે કરી પરતા પામતાં, સ્વસત્તા થિર ઠાણ સુજ્ઞાની, આત્મચતુષ્કોયિ પરમાં નહિ, તો કિમ સહુનો રે જાણ.. સુજ્ઞાની
અર્થ આત્મા જ્યારે પોતાનાથી ભિન્ન એવા પરમાણુ-આકાશાદિ પદાર્થોનું જ્ઞાન કરે છે ત્યારે, તે જ્ઞાન, તે પદાર્થમય થાય તે સ્વાભાવિક છે અને તેમ થવાથી તો પરપણું પામી જવાય એ પણ સ્વાભાવિક છે. - “સ્વ સત્તા ચિર ઠાણ" - જ્યારે સ્વ સત્તા તો પોતાનામાં સ્થિરપણે રહેવા સ્વરૂપ છે. પોતાના સ્વભાવમાં રહેવું તેનું નામ જ સ્વસત્તા છે અને પર પર્યાયપણું પામવામાં તો પદાર્થની સ્વસત્તા રહેતી નથી. આત્માના પોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા પદાર્થમાં તો સંભવી શકતા નથી, તો પછી આત્મા અન્ય સર્વ પદાર્થોનો જાણકાર બને તે કેમ સંભવી શકે ? - કાં તો પર પદાર્થને જાણવા જતાં પર સ્વરૂપ બની જાય છે, એમ સ્વીકારવું જોઈએ, અથવા તો આત્મા પોતાનો જ જાણકાર છે, પોતાના સિવાય અન્યનો જાણકાર નથી એમ માનવું જોઈએ. આ જ વાતને પૂર્વપક્ષરૂપે વિંશતિ વિંશિકામાં કહી છે.
जीवो य ण सव्वगओ, तो तद्धम्मो कहं भवइ बाही ?।
૬ વાડનો ઘમ્માડડડુ-વિરહિ છ કાન્ત?il (૧૮/૧૮)
કર્મના ઉદયમાં હે જીવ! તું સ્વતંત્ર નથી પરંતુ કર્મના ઉદય વખતે નવો કર્મબંધ નહિ થાય.
અગર અલ્પ થાય; તેવાં અધ્યવસાય કરવામાં સ્વતંત્ર છે.