________________
1160
હૃદય નયન નિહાળે જગધણી
જીવ જો સર્વ વ્યાપક નથી તો તેનો ધર્મ જે જ્ઞાન, તે (આત્માથી) બહાર કેમ હોઈ શકે ? અને ધર્માસ્તિકાયાદિકથી રહિત એવા અંત વિનાના અલોકમાં (તે જ્ઞાન અને જ્ઞાનાત્મા) કેમ જઈ શકે ?
ટૂંકમાં પૂર્વપક્ષીનું શંકરૂપે એટલું જ કહેવું છે કે જો જ્ઞાન, અનેકરૂપે, વિનશ્વર રૂપે, પરભાવરૂપે કે પરક્ષેત્રરૂપે બનશે તો તેના આશ્રયભૂત-આધારરૂપ આત્માને પણ તમારે અનેક, વિનશ્વર, પરંભાવ અને પરક્ષેત્રરૂપ માનવાની આપત્તિ આવશે.
છ એ દ્રવ્યોમાં કાળ સિવાયના પાંચેય દ્રવ્યો માટે જ્ઞાનીઓએ અસ્તિકાય શબ્દ વાપર્યો છે. તો પ્રશ્ન થાય કે આવા શબ્દ પ્રયોગ પાછળનું રહસ્ય શું છે ? તો કહે છે કે અસ્તિકાયમાં ‘અસ્તિ’ શબ્દનો શબ્દાર્થ ‘છે’ થાય. અસ્તિ=છે. આ ‘છે' એ ક્રિયાપદ છે. અસ્ ધાતુ ઉપરથી બનેલ ક્રિયાપદ છે, જેનો અર્થ ‘To be’ એટલે હોવું છે. તે કર્તા વિના સિદ્ધ થાય નહિ, જે ‘છે’ તે વિશ્વમાં શું છે ? એ પ્રશ્ન ઉઠે ત્યારે ‘અસ્તિ’ ‘To be’શબ્દના લક્ષ્યાર્થ સુધી પહોંચવું પડે છે. અસ્તિ એટલે પ્રદેશ. કારણકે પ્રદેશ છે-છે અને છે. ત્રિકાલ હોવાના કારણે એને અસ્તિ શબ્દથી ઓળખાવાયેલ છે. પ્રદેશ અનાદિ, અનંત, અનુત્પન્ન, સ્વયંભુ, સ્વયંસિદ્ધ-સ્વાધીન અને અવિનાશી છે.
સ્વયંભુ એટલે જેની ઉત્પત્તિ કોઇનાથી ન હોય અને ક્યારે પણ ન હોય અને જેની ઉત્પત્તિ કોઈનાથી ન હોય તેનો નાશ પણ ક્યારે
ય ન જ થાય.
હવે કાય શબ્દનો વિચાર કરતાં તેનો શબ્દાર્થ કાય એટલે શરીર થાય. પણ કાય શબ્દનો લક્ષ્યાર્થ છે સમુહ. અર્થાત્ પ્રદેશોનો સમુહ તે
દુઃખનું મૂળ દૃષ્ટિ છે. ભયંકર દેહભાવ કરીને દેહ વિષે અભેદષ્ટિ રાખનાર અજ્ઞાની છે અને એજ એના દુઃખનું મૂળ કારણ છે.