________________
1158 , હૃદય નયન નિહાળે જગધણી
બતાડે છે અને જો પર્યાય વિસદશ હોય તો કાળ પ્રમાણે બધું ય ફરતુંબદલાતું રહે છે પરંતુ સદશ પર્યાય હોય તો માત્ર સંખ્યાથી બદલાવાપણું છે પણ રૂપથી બદલાવાપણું નથી. જ્યાં પર્યાયમાં સદશતા છે ત્યાં પરિવર્તનતા અને પરિભ્રમણતા નથી, અર્થાત્ પર્યાય એવી ને એવી છે . પણ એની એ નથી. દાખલા તરીકે ભોજન લેનારનો કોળિયો એવો ને એવો છે પણ એનો એ નથી. અથવા તો વહેતી નદીમાં સ્નાન કરનાર એવા ને એવા પાણીમાં સ્નાન કરે છે પરંતુ પાણી એનું એ નથી ,
- કેવળજ્ઞાનીના જ્ઞાનમાં નિશ્ચિત કાળે નિશ્ચિત પર્યાય જે જણાવેલ છે, તે જ પ્રમાણે નિશ્ચિત ભવિતવ્યતા ઘટમાન થાય છે. માટે જ કવિશ્રી કહે છે કે કાળ પ્રમાણે થાય મવતિ તદ્ ભવિતવ્યનું કેવું ભાવિમાં થનાર છે તેવું જ કેવળજ્ઞાની ભગવંત જણાવે છે અને એમના જણાવ્યા મુજબ જ ઘટના ઘટે છે, તે કેવળીભગવંતની જ્ઞાતસત્તા છે. વર્તમાનમાં જેવું ઘટી રહ્યું છે અને ભૂતકાળમાં જેવું બન્યું છે તેવું જ અક્ષરશઃ જણાવે છે તે કેવળીભગવંતની વીતરાગતા છે.
સ્વકાળમાં સ્વસત્તા છે. તે સદાય એક સરખી રહે છે. તેને કાળની કોઈ અસર નથી એટલે કે કાળે કરીને કોઈ ઘસારો પહોંચતો નથી. તેથી તે કાલાતીત છે અને એને પોતાને કોઈ કાળ જ નથી એટલે કે તે વર્તમાનમાં જ વર્તે છે તેથી અકાલ છે. કારણકે તે સ્વમય છે તેથી સમયરૂપ છે એટલે જ જે સ્વસત્તામાં છે-જ્ઞાયકભાવમાં છે, તે ક્યારેય પરરૂપે પરિણમી જતો નથી એટલેકે પરરૂપે થતો નથી. આ પરરૂપ થતો નથી તેથી જે તેની સ્વસત્તા છે અને એના જ્ઞાનમાં જુએ છે તે જ પ્રમાણે ઘટના ઘટે છે તે એની જ્ઞાતસત્તા-સ્વસત્તા છે અને જેવું ઘટે છે તેવું જ લેશમાત્ર ફેરફાર વિનાનું જેમ છે તેમ જુએ છે તે એની વીતરાગતા છે
પરમાત્મા સર્વના છે એટલે પરમાત્મા મારા છે. પરમાત્મા સર્વ રૂપ છે . એટલે મારે પરમાત્મા સિવાય બીજું કોઈ નહિ. આ આપણો દર્શનાયાર છે.