________________
1154
હૃદય નયન નિહાળે જગધણી
શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે થાય સુજ્ઞાની, સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય.. સુજ્ઞાની..૫
અર્થ : જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવા યોગ્ય પદાર્થ, તેનો નાશ થતાં, તે પદાર્થને જાણવારૂપ જ્ઞાનનો નાશ થાય છે. આવું તો કાળ પ્રમાણે એટલે સમયે સમયે બન્યા કરે છે-થયા કરે છે પણ જ્ઞાતા અને જ્ઞાનનો પોતાની સત્તા વડે ક્યારે પણ નાશ થતો નથી. “તે પર રીતે ન જાય’” એટલે જ્ઞેય પદાર્થના નાશની રીતે જ્ઞાન કે જ્ઞાતાનો ક્યારે પણ નાશં થતો નથી.
વિવેચન ઃ ઘટ-પટાદિ પદાર્થો એ શેય કહેવાય છે. તે પદાર્થો સમયે સમયે અવસ્થાથી બદલાય છે-પલટાય છે એટલે તેને જાણવા માટે પ્રવર્તેલો ઉપયોગ પણ સમયે સમયે બદલાય છે અને તે ઘટ-પટાદિ પદાર્થોનો નાશ થતાં અન્ય શેયોનું જ્ઞાન કરવા રૂપે ઉપયોગ પાછો ઉત્પન્ન થાય છે એટલે કે જીવનો ઉપયોગ એક પર્યાયરૂપે નાશ પામે તો અન્ય પર્યાયરૂપે ઉત્પન્ન થાય. આ વસ્તુ સ્વભાવ છે અને લોકસ્થિતિ પણ છે. પર્યાયથી દરેક વસ્તુ પલટાય છે તે વાત જૈન દર્શનને માન્ય છે પણ પૂર્વપક્ષી તો જ્ઞેયનો નાશ થતાં જ્ઞાનગુણનો પણ નાશ થયો અને જ્ઞાનગુણનો નાશ થતાં જ્ઞાનથી અભિન્ન આત્મા પણ નાશવંત ઠર્યો માટે પહેલી કડીમાં કહેલ ધ્રુવપદરામીપણું ઘટતું નથી એમ આપત્તિ આપે છે. તેનું સમાધાન આપતા આ જ કડીના ઉત્તરાર્ધમાં કહે છે.
‘સ્વકાલે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય’
જ્ઞાન ગુણ તો આત્માનો સહભાવી પર્યાય છે. એ દ્રવ્યનું દ્રવ્યત્વ છે કે જેવી પુષ્પની સુવાસ છે અથવા તો સોનાની પીળાશ છે-ચીકાશ
ઘર્મ એટલે વિરાગ-ત્યાગ-સહિષ્ણુતા. જેના ફળ સ્વરૂપે દુઃખરહિતતા અને સુખાનુભવ મળે તે ધર્મ !