________________
શ્રી પાર્શ્વનાથજી & 1155
છે. તેનો નાશ તો છે જ નહીં, તેનો નાશ કોઈ કરી શકે પણ નહીં, પણ પ્રતિ સમયે જે જ્ઞાનગુણના ક્રમભાવી પર્યાયો છે તેનો નાશ થાય છે છતાંય તેમાં જ્ઞાન ગુણ તો અબાધિત જ રહે છે. ક્રમભાવી પર્યાયો જ્ઞાનની અવસ્થાને બદલવા સમર્થ છે પણ તે કાંઈ જ્ઞાનનો નાશ કરવા સમર્થ નથી. જ્ઞાનના ક્રમભાવી પ્રત્યેક પર્યાયમાં જ્ઞાનગુણ અનુસ્મૃત છે; જેમ માળાનો પ્રત્યેક મણકો દોરામાં પરોવાયેલો છે તેમ દરેક દ્રવ્યો અને તેના મૌલિક ગુણો પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે-અસ્તિ છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી-અસત્ છે, નાસ્તિ છે. જૈન દર્શને આપેલા આ સ્યાદ્વાદ સિદ્ધાંતને ફેરવવા વિશ્વની કોઈ પણ સત્તા સમર્થ નથી કારણકે દરેક પદાર્થ તેના સ્વભાવને અનુસરે છે અને સ્વભાવ હંમેશા ત્રિકાલ અબાધિત હોય છે. આ રીતે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ દરેક પદાર્થો પોતાની સત્તા અર્થાત્ અસ્તિત્વ ટકાવી રાખતા હોવાથી શેયના વિનાશે આત્મસત્તા કે જે ચિઠ્ઠપ છે તેને કોઈ બાધા પહોંચતી નથી. “તે પર રીતે ન જાય” એટલે કે આત્મસત્તા પોતાનું ચિરૂપ છોડીને ક્યારે પણ પર રૂપે ન જ થાય. - જે કારણથી વસ્તુ સામાન્ય વિશેષાત્મક સિદ્ધ થાય છે, તે જ કારણથી દ્રવ્ય-પર્યાયમય સિદ્ધ થાય છે. દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય વિશેષ છે. વળી જેમ સામાન્યની ઉપલબ્ધિ અને અભિવ્યક્તિ તેના કોઈને કોઈ વિશેષમાં થાય છે, તેમ દ્રવ્યની ઉપલબ્ધિ અને અભિવ્યક્તિ પણ તેના કોઈને કોઈ વિશેષમાં એટલે કે પર્યાયમાં જ થાય છે. જેમ સામાન્ય રહિત વિશેષ નથી અને વિશેષ રહિત સામાન્ય નથી તેમ પર્યાય રહિતનું દ્રવ્ય કે દ્રવ્ય વિનાની પર્યાય કદાપિ પ્રાપ્ત થાય નહિ. આ એના જેવું છે કે સાકર અને સાકરની મિઠાશ એક બીજાથી જુદા સ્વતંત્ર નહિ હોય.
ત્યાગ કરે અને માણસ ત્યાગની ટેક ન છોડે, તો રાગ મટી જશે; જે વ્યવહારથી નિશ્ચય છે. રાગ ઘટે અને વિરાગ સાયો આવે, તો બાહ્ય ત્યાગ આવશે જે નિશ્ચયથી વ્યવહાર છે.