________________
શ્રી પાર્શ્વનાથજી
1153
શેયાકારો છે, તેવા જ જ્ઞાનાકારો જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતાના કારણે સ્વયં પોતાથી પ્રગટે છે ત્યારે ‘પર’ને જાણ્યું, અથવા તો ‘પર’ જણાયું એવું વ્યવહારથી કથન કરવામાં આવે છે. ‘સ્વ’માં જ્ઞાયક ભગવાન અને ‘પર’માં પરસંબંધીનું સમગ્ર જાણપણું જ્ઞાનની પર્યાયમાં સ્વયં જણાઈ જાય છે. જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક ભગવાન ધ્રુવ આત્મા તે “સ્વશેય’’ અને બાકીનું બધું પર જ્ઞેય તરીકે ઝળકે છે.
સ્વ-પરનો પ્રતિભાસ એક સાથે થાય તેવું જ્ઞાનનું અપૂર્વ સ્વચ્છત્વ છે. એ પર્યાય પ્રવાહરૂપે ધ્રુવ થઇ જાય છે એટલે શાતા-જ્ઞાન અને શેય ત્રણે ય એકરૂપ થાય છે અને ત્યારે તેમાંથી પ્રતિ સમયે અનંત-અનંત આનંદ વેદાય છે. નિર્મળતા ગુણનું જ આ પરિણમન છે તેથી કવિશ્રી ‘નિર્મળતા ગુણમાન’ કહે છે. એ જ તો આત્માનું આત્મગૌરવ-આત્મત્વ છે માટે તેને ‘નિર્મળતા ગુમાન’ એ સંદર્ભમાં પણ કહી શકાય છે. પર ક્ષેત્રે જઈ જે જ્ઞાન, હ્યેયને જાણવા જાય છે તે જ્ઞાન, જ્ઞાયકમાંથી બહાર નીકળી પર ક્ષેત્રે જઇ કરાયેલું જ્ઞાન છે, એ જ્ઞાનમાં પ્રયોજન હોય છે. એ અસ્તિનું નાસ્તિ થવાપણું છે.
નિજ ક્ષેત્રે એટલે કે ધ્રુવમાં રમવાપણું-રહેવાપણું એ જ અસ્તિપણું છે; એમાં હોવાપણું છે. પરંતુ કરવાપણું, થવાપણું કે બનવાપણું નથી એ જ 'જ્ઞાનની અવિકારીતા-નિર્મળતા-વીતરાગતા છે.
વીતરાગતા એ જ જ્ઞાનનું કેવલજ્ઞાન રૂપે હોવાનું માપ છે. માન છે. તે ગુણનું માન છે; એ જ જ્ઞાનગુણની ગરિમા-ગૌરવ-ગુમાન છે. આ ચોથી કડીનો કેન્દ્રધ્વનિ છે.
હવે કાલથી ઘટના કરતા જ્ઞાન સ્વરૂપી આત્માને જણાવતા કહે છે
અધર્મ એટલે રાગ-ગ્રહણ-ભોગ. જેનું ફળ દુઃખ તેનું નામ અધર્મ !