________________
1152 , હૃદય નયન નિહાળે જગધણી
દેખાતા આ આકારો નિશ્ચયથી સામે ઉપસ્થિત ‘ય’ના નથી પરંતુ ‘ય’ જેવા છે. પદાર્થો દર્પણમાં પેઠા નથી કે પેસી શકે પણ નહિ. બંનેનું ક્ષેત્ર સર્વથા જુદું જ છે. દર્પણની સામે અગ્નિ લાવવામાં આવે તો અગ્નિની દાહકતા દર્પણમાં સંક્રમિત થઈ જતી નથી, થઈ શકતી નથી કારણકે દાહકતા એ અગ્નિની પોતાની અવસ્થા છે એટલે કે શેયકૃત અશુદ્ધતા “જ્ઞાનમાં આવતી નથી.
| સામે જેવા શેય હોય છે તેવા જ આકાર જ્ઞાનમાં પોતાની સ્વચ્છત્વ શક્તિ વડે રચાય છે માટે વ્યવહારથી તે શેયના આકાર કહેવાતા હોવા છતાં નિશ્ચયથી તે જ્ઞાનના પોતાના આકારો છે. જ્ઞાન પર્યાયની તત્ સમયની યોગ્યતાથી જ્ઞાનમાં આકાર રચાય છે એ જ્ઞાનનો “સ્વ-કાળ છે. એટલે તત્ત્વદષ્ટિથી વિચારતાં દર્પણમાં મોર નથી જણાતો (કારણકે મોર તો દર્પણની બહાર છે.) પણ મોરનો આકાર માત્ર જણાય છે અને તે આકાર વ્યવહારથી મોરનો કહેવાતો હોવા છતાં તત્ત્વથી તો મોરના આકાર રૂપે પરિણમેલા દર્પણનો છે. તેમ જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિથી અને જ્ઞાનની તત્સમયની યોગ્યતાથી જ્ઞાનમાં જ્ઞાનાંકાર રચાય છે માટે કેવળજ્ઞાનમાં શેયો નથી જણાતા-જોયાકારો નથી જણાતા પણ શાનાકારો જ જણાય છે અને જ્ઞાનાકાર તો આત્મા જ છે માટે કેવલજ્ઞાનમાં આત્મા જ જણાય છે. છતાં આ ચોથી કડીમાં યોગીરાજે પરક્ષેત્રે રહેલા જોયોને, કેવલજ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહ્યું થયું જાણે છે એમ જે કહ્યું તે વ્યવહાર નયનો પ્રયોગ સમજવો.
ખરેખર પર જણાતું નથી પણ પર’ જેવું છે એવું જ “જાણપણું અંદર જણાય એવી એક શક્તિ ભીતરમાં છે. એનું નામ “સ્વ-પરગ્રાહક શક્તિ છે, એ સ્વ-પર પ્રકાશન સામર્થ્ય છે. બહારમાં જોવા
પ્રતિ સમયે સંજ્વલના કષાયનો નાશ શીઘતાએ થાય અને ક્ષપકશ્રેણિ શીધ મંડાય;
એવા ભાવ ન હોય તો સાધુપણું ભાવથી શું?