________________
શ્રી પાર્શ્વનાથજી 1151
મતિજ્ઞાન વીતરાગ અને નિર્વિકલ્પ એટલે અક્રમિક થયા વિના તેનું કેવળજ્ઞાનરૂપે પરિણમન થતું નથી.
| સર્વે સિદ્ધ ભગવંતો, લોકના અગ્રભાગે ૪૫ લાખ યોજના સિદ્ધશિલાની ઉપર, પોતપોતાના આત્મપ્રદેશની ભિન્ન ભિન્ન અવગાહનાએ, પુદ્ગલદ્રવ્યના સંસ્થાન રહિત, નિત્ય એક સ્વરૂપે, કાળથકી સાદિ અનંત મે ભાગે જન્મમરણરહિત સ્થિર પરિણામી છે અને ત્યાં રહ્યા છતાં આત્માની કેવળજ્ઞાનની ઉપયોગ શક્તિ વડે સચરાચર જગતને યથાવત્ જાણે છે. કાળનું લક્ષણ વર્તના છે એટલે કે સાદિ-સાત વિગેરે ચાર ભાંગા માંથી કોઇપણ પ્રકારે પદાર્થનું રહેવાપણું થાય તો પણ પદાર્થની સત્તા તો અબાધિત રહેવાની. ચક્ષુ ઇન્દ્રિયદ્વારા જોઈ શકાય તેવા આકારનો અને રૂપનો અભાવ હોવાથી સિદ્ધ ભગવંતોને અમૂર્ત, અરૂપી કહ્યા છે પરંતુ એના “પ્રદેશાત્મક ગુણના કારણે કહી શકાય કે “અમૂર્ત એવા આત્માનો આકાર ‘ભાજન' પ્રમાણે અર્થાત્ દેહના આકાર પ્રમાણે છે. સિદ્ધ અવસ્થામાં નિત્ય એક એવો આકાર હોવાથી અમૂર્ત અને નિત્ય એક સ્વરૂપ હોવાથી અરૂપી કહેવાય છે. સંસારી અવસ્થામાં રૂપમાંથી રૂપાન્તર અને આકારમાંથી આકારાન્તર થાય છે માટે મૂર્ત અને રૂપી કહેવાય છે.
જ્ઞાનમાં ‘ય’ જણાય છે-ઝળકે છે તે વખતે “જ્ઞાન' અખંડ જુદું જ રહે છે અને સામે જોય પદાર્થ પણ પોતાના ભિન્ન સ્વરૂપે અખંડ રહે છે. જ્ઞાન જોયાકાર થયું છે એમ વ્યવહારમાં કહેવાય છે. છતાં “શેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. અર્થાત્ જોયગત સ્વરૂપતા તેનામાં નથી. જોય જેવું હોય તેવું જ જ્ઞાન તેને જાણી લે છે. એ અર્થમાં જ્ઞાનને જોયાકાર કહ્યું છે. દર્પણ” શબ્દ બોલતાં જ દર્પણની સ્વચ્છત્વ શક્તિની જાહેરાત થાય છે. દર્પણની સ્વચ્છતાના કારણે બહારના પદાર્થો એમાં ઝળકે છે પણ દર્પણમાં
ઘર્મ અનુષ્ઠાનો, ક્રિયાઓ, સાધના કરવાની છે, તે જીવે પોતાના જ્ઞાન ઉપયોગને નિર્વિકારી-નિર્વિકલ્પ-વીતરાગ-પૂર્ણ-શુદ્ધ-નિત્ય-સ-અવિનાશી બનાવવા માટે કરવાની છે.