________________
શ્રી પાર્શ્વનાથજી , 1147
મોક્ષને વિપસ મોલ અને અજ્ઞાન મોક્ષને છાટ્યસ્થિક શાન મોશ પણ કહી શકાય છે.
જેવી રીતે એક એવા સૂર્યનું વિવિધ પ્રકારના જલભાજનો વડે કરીને અનેકરૂપે થવાપણું છે, તેવી જ રીતે એક એવા કેવળજ્ઞાનનું અનેક શેય સાપેક્ષ જ્ઞાનાકાર રૂપે પરિણમન છે. પરંતુ એ જ્ઞાનમય આત્માનો ગુણ હોવાથી દ્રવ્ય સાથેની-જ્ઞાયક સાથેની તેની એકાત્મતા જાળવી રાખે છે અને નિજપદમાં સિદ્ધપદમાં જ રમણતા કરે છે. તેમાં જ્ઞાનગુણ અને જ્ઞાયકતાની કોઈ હાનિ નથી પણ સુરક્ષિતતા છે.
- આ જ્ઞાન અઢારમા હાથી જેવું છે, જે અનેક થવા છતાં, અનેકની વચ્ચે પણ એક થઈને રહે છે. નોખું-અનોખું થઈને રહે છે. બધા જોયો જ્ઞાનમાં જણાવા તે જ્ઞાનશક્તિ છે – જ્ઞાત સત્તા છે અને સર્વ જણાતા શેયોની વચ્ચે નિર્લેપ રહેવું તે વીતરાગતા છે અને જ્ઞાયકતા એટલે પોતાના ધ્રુવમાં રમમાણ રહેવું તે સ્વ પ્રતિ વેદકતા છે જે જ્ઞાનરસ છેઆત્મરસ છે. '
જોય ગમનતામાં ક્ષરતા છે. સાધનાકાલીન જ્ઞાતાભાવમાં સ્થિરતા-અક્ષરતા છે. ' ' અને શાકભાવમાં આત્મ રમણતા છે તે અક્ષયતા છે. - દ્રવ્યથી જ્ઞાનસ્વરૂપી આત્માની ઘટના કર્યા પછી હવે ક્ષેત્રથી ઘટના કરે છે.
પર ક્ષેત્રે ગત શેયને જાણવે, પર ક્ષેત્રે થયું જ્ઞાન સુજ્ઞાની; અસ્તિપણે નિજક્ષેત્રે રહ્યું, નિર્મળતા ગુણમાન.. સુશાની૪ પાઠાંતરે નિર્મળતા ગુમાન પણ છે.
પારમાર્થિક અભેદતા એ છે કે, જેમાં કદિ કાંઈ ભળે નહિ અને જેમાંથી કદિ કાંઈ નીકળે નહિ.