________________
1146
હૃદય નયન નિહાળે જગધણી
દૃષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન એ જ ધ્યાન છે. જ્યારે મનવચન-કાયાના યોગો કુદરતી વૈજ્ઞાનિક સંયોગો અનુસાર પ્રવર્તે, ત્યારે આત્માએ પોતાના સ્વરૂપમાં રહી-સમ સ્થિતિમાં રહી, તેનો સહજપણે
સ્વીકાર કરવો તે ધ્યાન છે અને આની વિસ્મૃતિ એ જ દુર્થાન છે. યોગોનું પ્રવર્તન પણ સહજપણે ચાલવું જોઈએ અને ત્યારે તેને જોવા અને જાણવારૂપ ઉપયોગ પણ અખંડપણે, સહજપણે ચાલવો જોઈએ. આમ યોગ અને ઉપયોગની સહજતા એ મોક્ષમાર્ગ છે. યોગોના સહજ પ્રવર્તનમાં ઉપયોગ અખંડપણે આત્માકારે રહ્યા કરે તે ધ્યાન છે.
જ્ઞાની પુરુષોએ બાળ જીવો માટે જે ધર્મની જુદી જુદી ક્રિયાઓ અને તેમાં વિધિમાર્ગ મૂક્યો છે, તેના ફળ સ્વરૂપે અંતે આવા અખંડ આત્માકાર ઉપયોગને પામવાનો છે. આ વાત જો લક્ષ્યમાં રહે તો ક્રિયા માર્ગના અને વિધિમાર્ગના એકાંત આગ્રહી બનીને જે પરિણતિનું લક્ષ્ય ચૂકી જવાય છે તે ચૂકાય નહિ. ધર્મ આરાધવા છતાં આવા એકાંત આગ્રહી બનીને માનવભવમાં સાધનાનું લક્ષ્ય ન ચૂકી જવાય તે માટે આત્મજ્ઞાની સત્ પુરુષ પાસે વિનયભાવે સત્સંગ ઉપાસવાનો છે.
નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમ લડીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે તેને અધ્યાતમ કહીએ રે.. આનંદઘનજી
કેવલજ્ઞાન કાલે ઉપયોગ સંપૂર્ણપણે આત્મામાં સમાયેલો હોય છે અને પ્રકૃતિ અર્થાત્ યોગ સંપૂર્ણપણે પોતાનામાં હોય છે. આમ બંનેનું સંપૂર્ણપણે પોતાનામાં અવસ્થાન એ વીતરાગી ભાવ મોક્ષ છે. અને ત્યાર બાદ દેહાતીત થતાં સિદ્ધાલયમાં અવસ્થાન તે દ્રવ્યમોક્ષ છે. ચતુર્થ ગુણ સ્થાનકે દૃષ્ટિ મોક્ષ છે. બારમા ગુણસ્થાનકે રાગ મોક્ષ છે. તેમાં ગુણસ્થાનકે અજ્ઞાન મોક્ષ છે અને સિદ્ધાવસ્થામાં પ્રદેશ મોક્ષ છે. દષ્ટિ
દ્રવ્યની ગુણ સાથે અભેદતા અનાદિ-અનંત છે. પર્યાયની દ્રવ્યની સાથે અભેદતા સાદિ-સાન્તથી અને સાદિ-અનંતથી છે.