________________
1148
હૃદય નયન નિહાળે જગધણી
અર્થ આત્મા પોતાના જ્ઞાનગુણ દ્વારા જગતના સર્વ શેયોને જાણે છે, એમ ત્રીજી કડીમાં કહ્યું. તેની સામે પૂર્વપક્ષ પાછી શંકા કરતા કહે છે કે અન્ય ક્ષેત્રોમાં રહેલા જોયોને જાણવાથી તો જ્ઞાન પણ અન્ય ક્ષેત્રીય થયું એટલે જ્ઞાન પોતાનું સ્વ ક્ષેત્ર છોડીને અન્ય પર દ્રવ્યોના ક્ષેત્રમાં ચાલ્યું ગયું. જ્યારે આપે તો અસ્તિપણે નિજ ક્ષેત્રે કહ્યું છે અર્થાત્ ચિરૂપ એ તો પોતાના ક્ષેત્રમાં પોતાના સ્થાનમાં રહેલ છે, એમ આપે જણાવ્યું છે. આત્માના જ્ઞાનગુણની નિર્મળતા એ જ આત્માનું સાચું સ્વરૂપ છે એમ તું માન અર્થાત્ જાણ, સમજ ! અથવા તો પાઠાંતરે “નિર્મળતા ગુમાન ?” એ સંદર્ભમાં વિચારતાં જે અનંત પરક્ષેત્રમાંના શેયોરૂપ અનંત જ્ઞાનો થવાથી તો એક આત્મા અનંત જ્ઞાનરૂપે થવાથી પોતે પણ અનંતરૂપ બની જાય તો પછી પોતાનામાં એક ક્ષેત્રરૂપ એકરૂપપણું આત્મા કેવી રીતે રાખી શકે ?
એકપણાનું અભિમાન (ગુમાન) રાખનારને અનેકરૂપે પરિણમવું પડતું હોય તો એકતાનું, નિર્મળતાનું, નિષ્કામતાનું, અસંયોગીપણાનું ગુમાન-ગૌરવ ક્યાં રહ્યું?
વાસ્તવિકતા તો એ છે કે અનેકની વચ્ચે એક રહેવું, નોખાન્યારા તરી આવવું તે નિર્લેપતા, નિર્મળતા, વીતરાગતા એ આત્મગુમાન
વિવેચનઃ સ્તવનની આ ચોથી કડીમાં પહેલા ત્રણ પાદમાં શંકા ઉઠાવી ચોથા પાદમાં તેનું સમાધાન આપેલ છે.
શંકાઃ પર ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા જતાં જ્ઞાન પરક્ષેત્રીય બની જશે. તો પછી જ્ઞાનનું અસ્તિત્વ આત્માના પોતાના ક્ષેત્રમાં છે, એમ જે તમે કહો છો, તે કેવી રીતે સંગત થશે?
સુખ આત્માની અંદર છે, બહાર નથી; એ નિર્ણય કરીને સાધુ ભગવંત સંસારને છોડે છે. સુખને અંદરમાં શોધે તો સાધુ ભગવંત આનંદઘન બની જઈ શકે. આત્મ અનુભવ કરવો જોઈએ.