________________
1142
હદય નયન નિહાળે જગધણી
દ્રવ્યોમાં પ્રતિ સમયે પરિણમન હોવા છતાં તે પરિણમન ભાવોનું કર્તૃત્વ તેમજ ભોકતૃત્વ હોતું નથી, એમ જાણવું.
હવે “નિજ પદ રમતા હો ખેમ” એ પંક્તિને ખોલે છે. આત્મ દ્રવ્ય એક છે તેથી દ્રવ્યમાં એકત્વ છે, તો ગુણની પણ એકતા રહેવાની જ છે. ગુણોનું આશ્રય સ્થાન દ્રવ્ય છે અથવા ગુણોનું ઘર દ્રવ્ય છે તેથી નિજઘરમાં રહેવાથી જ અથવા નિજ પદમાં રમણતા કરવાથી જ ક્ષેમકુશળતા,
સ્વરૂપ સ્થિરતા રૂપ સ્વસ્થતા જળવાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ.આત્મા માટે નિજ પદ છે, બાકીના રાગ-દ્વેષાદિ ભાવો, એ તો આત્મા માટે અસ્થિર અને અસાર રૂપ છે. એટલું જ નહિ પણ મલિનભાવો હોવાથી આત્મા માટે પરભાવ રૂપ છે. માટે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં રાગાદિ વિકારો કરી જીવ તેમાં રમણતા કરે, તો તેમાં ક્યાંય ક્ષેમકુશળતા નથી. જ્ઞાન સ્વભાવમાં રમણતા એ જ નિજઘરમાં રમણતા છે. સલામતી, સ્વસ્થતા અને પોતાપણું તો નિજ ઘરમાં જ હોય, પર ઘરમાં ક્યાંય નહિ, પર ઘરમાં જવામાં તો અપમાન, તિરસ્કાર વગેરે જ હોય. રાત્રિના સમયે કોઈ પોતાના ઘરની વંડી કૂદીને બીજાના ઘરમાં જાય તો તેના હાલ શું થાય? તે સમજી શકાય તેમ છે. તેમ આત્માએ પણ પોતાનું ઘર છોડીને લક્ષ્મણ રેખા ઉલ્લંઘીને ક્યારે પણ પર ઘરમાં જવા જેવું નથી. સ્વીકારની ભૂમિકા ઉપર જ અધ્યાત્મની ગરિમા અને મોક્ષની નિકટતા છે. જે કાંઈ પણ સંયોગો આવે તેનું વ્યવહારની ભૂમિકા ઉપર ઉચિત વર્તન કરવું. બાકી ભીતરમાં પરમ શાંત રહેવું એ જ પરમતત્ત્વને પ્રગટાવવાનો ઉપાય છે. સ્વકીયતા એટલે આત્મામાં પોતાપણું આવે તો સ્વીકારની ભૂમિકા ઉપર સહજ રહેવાય.
પ્રશ્ન : અહિંયા શિષ્ય પ્રશ્ન કરે કે દ્રાના એકત્વપણાથી
તરમાં અભેદ તત્ત્વ જોતાં શીખીશું તો મોહભાવો, ફલેશ, ઉદ્વેગ, સંતાપ, ક્રોધ, માન,
માયા, લોભ, આદિ ભેદ તત્ત્વોનો નાશ થશે.