________________
શ્રી પાર્શ્વનાથજી
1143
જ્ઞાનાદિ અનંતગુણોની પણ એકતા હોય તો પછી સર્વ દ્રવ્યોનું જાણકારીપણું કેમ ઘટશે ? એક જ્ઞાન અનંત શેયોને જાણવા માટે કેમ પહોંચી શકશે? શેયો-દ્રવ્યો અનંત છે તો તે બધાને જાણનારું જ્ઞાન પણ અનેક રૂપ થયા વિના રહેશે નહિ. અને જ્ઞાનથી આત્મા અભિન્ન છે માટે જ્ઞાનની અનેકતાથી આત્મા પણ અનેક સ્વરૂપવાળો થઈ જશે.
સમાધાન ઃ આમ થવું એ શક્ય નથી. આકાશમાં સૂર્ય એક છે અને આપણાથી કરોડો પ્રકાશવર્ષ દૂર છે છતાં તે જડ-ચેતન પદાર્થોને પ્રકાશિત કરે છે. ઘરમાં રહેલ એક એવો નાનકડો દીવો અનેક પદાર્થોને પ્રકાશિત કરે છે છતાં તે સૂર્ય કે દીવો અનેકતાને પામતા નથી. એક એવો જીવ એના સંસારી સંબંધોથી અનેકના સંબંધોથી સંબંધિત થવા છતાં તે પોતાપણું ગુમાવી દેતો નથી અને પરરૂપે થઈ જતો નથી, અનેકરૂપે બનતો નથી. દીપ પ્રકાશ ચોમેર ફેલાય છે પણ દીવો પોતે કાંઇ ચોમેર ફેલાતો નથી. આંખ કેટલા ય પદાર્થોને જુએ છે છતાં દૃષ્ટિથી દેખાતા પદાર્થો પોતાના સ્વરૂપમાં છે અને દૃષ્ટિ દૃષ્ટાના સ્વરૂપમાં છે, તેમ આત્માનો જ્ઞાનગુણ પણ જો ક્ષાયિકભાવે પ્રગટેલો હોય તો લોકોલોકના સર્વભાવોને હસ્તામલકવત્ જોઇ શકે છે.
કેવલજ્ઞાનમાં બધું જ જણાય છે પણ કેવલી ભગવંતો તે પદાર્થના કોઈ પણ ભાવે પરિણમતા નથી. આ પદાર્થ ઘણો સારો છે, આ પદાર્થમાં તો કાંઇ નથી એવા ભાવે કેવલજ્ઞાન ક્યારે પણ પરિણમતું નથી. જગતના પદાર્થોને જ્ઞાનથી જાણ્યા પછી તેમાં ઈષ્ટ-અનિષ્ટના ભાવો કરવા, પદાર્થને જાણવા પદાર્થ સન્મુખ ઉપયોગ કરવો તે કેવળજ્ઞાનનું સ્વરૂપ જ નથી. તે તો વિકારી જ્ઞાનરૂપે પરિણમેલા રાગદ્વેષાદિ ભાવકર્મનું સ્વરૂપ છે. નિર્વિકારી સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા
દેહમાં રહેવા છતાં ઉપયોગ (આત્મા)માં ઉપયોગ રાખવો અને
પર એવાં કોઈ પદાર્થમાં ઉપયોગ ન રાખવો; એ પરનો શ્રેષ્ઠ ત્યાગ છે.