________________
શ્રી પાર્શ્વનાથજી , 1141.
l141
જડ દ્રવ્ય ચતુષ્ક હો, કે કર્તાભાવ નહિ,
સર્વ પ્રદેશ હો કે વૃત્તિ વિભિન્ન કહી, - ચેતન દ્રવ્યને હો કે, સકળ પ્રદેશે મીલે, ગુણ વર્તના વર્તે હો કે વસ્તુને સહજ બને પુકૂખલાવઈ વિજય હો..૩
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ ચારે જડ રૂપી-અરૂપી દ્રવ્યોમાં પોતાના પરિણમન સ્વભાવનું કર્તુત્વપણું નથી કેમકે તેઓ તો પોતાના પ્રતિપ્રદેશે નિરંતર (નિશ્ચયથી) ભિન્ન ભિન્ન પરિણામે પરિણમન પામતાં હોય છે તેમજ જડ હોવાથી તેનું જ્ઞાતૃત્વપણું પણ તેઓમાં હોતું નથી.
જ્યારે જીવ દ્રવ્ય તો લોકાકાશના અસંખ્યાત પ્રદેશ પ્રમાણ જેટલાં જ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે અને પ્રતિ પ્રદેશ ભિન્ન ભિન્ન પરિણામી હોવા છતાં પોતાના કર્તૃત્વ સ્વભાવ વડે સકળ પરિણામનું એકત્વ કરીને તેનો ભોગ પણ કરતો હોય છે.
આથી જ આઠ રુચક પ્રદેશ સિવાયના બાકીના સર્વાત્મપ્રદેશે વીર્યાદિની તરતમતા હોવા છતાં કર્મનો બંધ તો સર્વ પ્રદેશે એક સરખો થતો હોય છે તેમજ નિર્જરા પણ સર્વાત્મ પ્રદેશે એક સરખી થતી હોય છે. આ રીતે ચાર રૂપી-અરૂપી જડ દ્રવ્યો કરતાં ચેતન એવા આત્મદ્રવ્યનું જુદાપણું છે. સર્વાત્મ પ્રદેશે તરતમભાવે ગુણ સ્વભાવ પરિણમન હોવા છતાં તેઓમાં કર્તૃત્વ સ્વભાવે એકત્વ કરાતું હોય છે. આથી જ આત્મા તો એક અખંડ સ્વરૂપી દ્રવ્ય છે અને પોતાના ઔદયિક, લાયોપથમિક, ઔપશમિક તેમજ ક્ષાયિકભાવોનો પોતાની પર્યાયમાં યથાતથ્ય સ્વરૂપે કર્તા, ભોક્તા અને જ્ઞાતા પણ છે જ્યારે બાકીના ચાર રૂપી-અરૂપી જડ
આત્માના પોતાના સ્વરૂપ સ્વભાવમાં ઉત્પાદ-વ્યય ધર્મ નથી પરંતુ પુદ્ગલદ્રવ્યના સંબંધે ઉત્પાદ-વ્યય ઘર્મ સંસારી જીવમાં છે.