________________
1140 , હૃદય નયન નિહાળે જગધણી
સામાન્ય સ્વભાવની હો, કે પરિણતિ અસહાયી,
ધર્મ વિશેષની હો, કે ગુણને અનુજાઈ,
ગુણ સકળ પ્રદેશ હો, કે નિજ-નિજ કાર્ય કરે, સમુદાય પ્રવર્તે છે, કે કર્તાભાવ ધરે.. પુકુખલાવઈ વિજય હો.
સમસ્ત જગતના છએ દ્રવ્યોમાં, દ્રવ્યોની પોતપોતાની ગુણસત્તારૂપ સામાન્ય સ્વભાવ તેમજ તે તે ગુણની ઉત્પાદ-વ્યય-ધુવત્વ ભાવે નિરંતર પરિણામ પામતી પર્યાય સ્વરૂપી વિશેષ સત્તા-વિશેષ સ્વભાવ, બંનેના શાશ્વત તેમજ અશાશ્વત સ્વરૂપને કેવલી ભગવંતો કેવલજ્ઞાન અને કેવલદર્શન ગુણ વડે કરીને એકત્વ ભાવે જાણે છે અને જુવે છે.
અહીં એટલું જાણવું જરૂરી છે કે સકળ દ્રવ્યોમાં રહેલ સામાન્ય ગુણ સત્તા તો કેવળ સ્વ સ્વરૂપમાં જ પરિણામ પામતી હોવાથી તેનું વ્યવહારમાં કોઈ વિશેષ મહત્વ હોતું નથી પણ સર્વત્ર વિશેષ સત્તાના પરિણામોનું જ વ્યવહારમાં મહત્વ હોય છે.
કેવળી પરમાત્માઓમાં સકળ પ્રદેશે સર્વગુણોની નિરાવરણતા રૂપ વિશેષતા, ક્ષાયિક ભાવે હોવાથી પ્રત્યેક પ્રદેશ પ્રત્યેક ગુણ પણ પોત-પોતાના સ્વ-સ્વભાવમાં જ સહજ ભાવે પરિણામ પામતા હોય છે. પરંતુ સર્વાત્મ પ્રદેશે વર્તતી તે તે ગુણક્રિયાને કર્તુત્વભાવે અભેદરૂપે પરિણમન પમાડતા હોવાથી કેવળી ભગવંતો સહજ ભાવે અનંત ગુણ પરિણમનના અનંત અવ્યાબાધ સુખના ભોકતા હોય છે.
જડ દ્રવ્યનું પરિણમન કર્તાભાવે નથી તે વાતની સાક્ષી આપતાં કહે છે –
સંસારી જીવ ભેદ અવસ્થામાં હોવાથી, અભેદ એવું જીવનું પોતાનું પારમાર્થિક સ્વ૫ પણ,
જીવને ભેદ પાડી પાડીને સમજાવાય છે.