________________
શ્રી પાર્શ્વનાથજી
-
li39
પ્રશ્નમાં જ જવાબ છૂપાયો છે. પ્રશ્નકારે આપેલું દૃષ્ટાંત “જલ ભાજન રવિ જેમ” એ પંક્તિના આધારે જ અર્થઘટન કરી કવિશ્રી જણાવે છે કે ““શેય અનેકે હો જ્ઞાન અનેકતા” એવી સ્થિતિ નથી.
જોયો અનેક નહિ પણ અનંત છે. એ જોયો અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે પરંતુ જ્ઞાન ગુણ-શક્તિ પોતે તો એક જ છે. એની વ્યક્તિ એટલે કે પર્યાય તે અનંત છે; જેમકે સૂર્ય-રવિ તો એક જ છે. એ રવિનીછાયા જુદા જુદા નાના મોટા કદના જલથી ભરેલાં ભાજન-વાસણમાં પડે છે. સૂર્ય પ્રકાશ તો એક સરખો જ છે કેમકે પ્રકાશમાં પૂર્ણતા છે જ્યારે વાસણો તો નાના મોટા છે, જે વાસણની અપૂર્ણતા છે. ભાજન પોતાના પ્રમાણ પ્રમાણે સૂર્ય પ્રકાશને પોતાનામાં પરિણમાવે છે અર્થાત્ ઝીલે છે, તેમાં સૂર્યની અપૂર્ણતા નથી. વળી જે પરિણમન છે તે પણ કાંઈ સૂર્યનું પોતાનું નથી. એ તો સૂર્ય પ્રકાશનું છે.
જલ ભાજનની અનેકતા અને વિવિધતા એ જલભાજનની પોતાની છે. એનાથી કાંઈ સૂર્ય પ્રકાશમાં કે સૂર્યમાં અનેકતા કે વિવિધતા આવી જતી નથી. એવો જ સંબંધ શેય અને જ્ઞાનનો છે. જ્ઞાન, જ્ઞાનમાં જ રહે છે. અને જોય તેમાં જણાય છે. શેય જેવા રૂપનું નાનું કે મોટું હોય તેવું તે જણાય છે અને શેય અનેક હોય તો જ્ઞાનમાં તે અનેક રૂપે જણાય છે અને જ્ઞાન જે રૂપે જાણે છે તેવી જ તે તે શેયને ખ્યાતિ આપી શકે છે. જ્ઞાન છે તો શેય જણાય છે. જો જગતમાં જ્ઞાન હોત જ નહિ તો જગતને જગતરૂપે ઓળખાવત કોણ?
આજ વાતની સાક્ષી આપણને દેવચંદ્રજીકૃત વીસ વિહરમાન જિન સ્તવનમાં ચૌદમા શ્રી ભુજંગસ્વામી સ્તવનની બીજી કડીમાં મળે છે.
સહભાવી ગુણો ટળી શકતા નથી. જ્યારે સંયોગી અવસ્થા ટળી શકે છે.