________________
1134 હૃદય નયન નિહાળે જગધણી
आदा णाण पमाणं, णाणं णेयप्पमाणमुद्दिडं ।
णेयं लोयालोयं, तम्हा णाणं तु सव्वगयं ।। આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન શેય પ્રમાણ છે. શેય લોકોલોક પ્રમાણ છે માટે જ્ઞાન સર્વ ગત છે. બસ, એ અપેક્ષાએ આત્મા સર્વને જાણતો હોવાથી સર્વ વ્યાપી છે. સર્વ શેય પદાર્થોનો આત્મા જ્ઞાતા જરૂર છે પણ જોય રુપે પરિણમવું એ તેનો સ્વભાવ નથી અને શેયાર્થરૂપે જો પરિણમે તો જ્ઞાન પણ ક્ષાયિક ન કહેવાય, વળી શેયાર્થ રૂપે પરિણમવા દ્વારા જ જાણવાપણું હોય તો અનંતભૂત અને અનંતભવિષ્યને તે ન જાણી શકે. જીવન વ્યવહારમાં પણ નાનકડી એવી આંખે પહાડ જોવા માટે પહાડ જેટલા થવાની જરૂર નથી પડતી. દર્પણમાં દેખાતો મોર એ કાંઈ જીવતો જાગતો મોર નથી. એ દર્પણનું મોરની છાયા સહિતનું તે ક્ષણનું દર્પણત્વ છે. દર્પણ કાંઈ વાસ્તવમાં મોર નથી થયેલ
વળી સંસારી અવસ્થામાં પરદ્રવ્યરૂપે પરિણમનારો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવતો નથી પણ કર્મને જ અર્થાત્ કર્મ જનિત શુભાશુભ ભાવોને જ અનુભવે છે; એ સર્વજન વિદિત છે. માટે જ યોગીરાજ આનંદઘનજીએ કહ્યું કે “પરરૂપે કરી તત્ત્વપણું નહીં” - પર રૂપે એટલે શુભાશુભભાવે પરિણમતાં આત્માને તત્ત્વપણું રહેતું નથી. સ્વ આત્મસત્તા તો ચિદ્ઘન સ્વરૂપ છે. માટે લોકાલોકના ભાવો આત્મા જાણે અને દેખે એ તો આત્માના જ્ઞાન અને દર્શન ગુણની વ્યાપકતા છે પણ પર રૂપે પરિણમવામાં તો પોતાના શુદ્ધ સ્વરૂપની કોઈ વ્યવસ્થા જ રહેતી નથી.
સ્વભાવને છોડીને પુગલના ઘરમાં જતાં શુભાશુભભાવરૂપ વિકારી ભાવોને જ વેદવાના છે જ્યારે સ્વભાવ પરિણમનમાં તો શાંતરસના જ ફુવારા ઉડવાના છે. વીતરાગતાનો જ અનુભવ થવાનો છે. વળી
-
સ્યાદ્ એટલે કમ-અપૂર્ણ જ્ઞાન-દર્શન. જ્યારે અસ્પાદુ એટલે અક્રમ.-પૂર્ણજ્ઞાન. કેવળજ્ઞાન-કેવળદર્શન.