________________
શ્રી પાર્શ્વનાથજી - 1135
વીતરાગતા છે તેથી જ જ્ઞાન અને દર્શનગુણની લોકાલોક વ્યાપકતા છે.
આત્મામાં અનંત શક્તિઓ ઉછળે છે. જ્ઞાન માત્ર આત્મા છે એમ કહીને જ્ઞાનીઓ આત્મામાં જ્ઞાન સાથે અનંત શક્તિઓનું પરિણમન સિદ્ધ કરે છે. વસ્તુ પોતે જ અનંતગુણ સ્વરૂપ છે. તેથી આત્મ દ્રવ્યનું નિર્મળ પરિણમન સિદ્ધ થતાં બધાં જ ગુણો નિર્મળપણે પરિણમી જાય છે. આત્માના અનંતગુણોમાં લક્ષણભેદ ભલે હો, પણ ક્ષેત્રભેદ કે પરિણમનનો કાળ ભેદ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં એકી સાથે જ અનંત ગુણો વ્યાપીને રહ્યા છે. ગુણોના પરિણમનમાં સાધકને ચાર થી બાર ગુણઠાણા સુધી હીનાધિક્લારુપ તારતમ્યતા છે. ક્ષાયિક સમ્યકત્વનું પરિણમન હોય છતાં ચારિત્રની નિર્મળતા પૂર્ણ ન પણ હોય તેવું બને પરંતુ અહિંયા તે ગુણભેદની મુખ્યતા નથી પરંતુ અભેદ દ્રવ્ય પરિણમતાં બધા ગુણો નિર્મળપણે પરિણમે છે, એમ અભેદની મુખ્યતાથી વાત છે. પરિણમન શબ્દથી નિર્મળ પરિણમનની વાત છે. વિકારના પરિણમનને શક્તિના પરિણમનમાં ગણ્યું જ નથી કારણકે વિકાર તે આત્મા નથી. તત્ત્વદૃષ્ટિમાં વિકાર તે અનાત્મા ગણાયો છે. અધ્યાત્મમાં દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પરિણતિ એ ત્રણેનો અભેદ કરીને તેને જ આત્મા ગણ્યો છે. વિકારને તો “જ્ઞાન તે આત્મા” એમ જ્ઞાન લક્ષણના બળે જ આત્માથી ભિન્ન કરી દીધો છે. " - “જ્ઞાન માત્ર આત્મા” કહીને જ્ઞાનીઓ પર દ્રવ્યથી અને વિકારથી આત્માનું ભેદ જ્ઞાન કરાવે છે, જ્ઞાન લક્ષણ વડે લક્ષિત આત્માની પ્રસિદ્ધિ કરે છે, અને જ્ઞાન માત્ર ભાવમાં આત્માની અનંત શક્તિઓ ભેગી ઉછળે છે એમ સિદ્ધ કરે છે. એક ગુણ નિર્મળ પરિણમે અને બીજા ગુણ સર્વથા મલિન રહે, અંશે પણ નિર્મળ ન થાય, એમ બનતું
અસ્તિ(સ) + ભાતિ(વિદ્) + પ્રિય (આનંદ) સચ્ચિદાનંદ