________________
શ્રી પાર્શ્વનાથજી
- 1133
- શ્રી પાર્શ્વનાથજી , 133 માનવો તે વ્યાજબી છે પણ તેથી લોક વ્યાપી-ક્ષેત્રથી વિભુ માનવો તે કોઈ રીતે ઉચિત જણાતું નથી. જ્ઞાનથી જ પૂર્ણ બને છતે સર્વ કાર્યની સિદ્ધિ થઈ જતી હોય તો પછી તેને ક્ષેત્રથી વિભુ-સર્વ વ્યાપક માનવામાં કઈ વિશેષતા છે?
વળી નષ્ટ ભૂતકાળ અને અનાગત ભવિષ્યકાળને જાણવાની જે જ્ઞાન શક્તિ આત્મામાં છે, તે કાંઈ આત્માને વિભુ અર્થાત્ ક્ષેત્રથી વ્યાપક માનવાથી ઘટમાન થઈ શકતી નથી.
જે દર્શનકારો આત્માને ક્ષેત્રથી વિભ-લોક વ્યાપી માનીને આત્માની પ્રસિદ્ધિના ગાણા ગાય છે; તેઓ તે રીતે આત્માને માનીને આત્માની કઈ વિશેષતા સિદ્ધ કરે છે ? અને જો આત્મા ક્ષેત્રથી વિભુ હોય તો પછી વૈદિક દર્શને આત્માની મહત્તા બતાવવા મહતોડપિ મહીયાનું શબ્દનો પ્રયોગ કર્યો છે અર્થાત્ આત્મા આકાશથી પણ મહાન છે; એવું જે કહ્યું છે, તે કઈ રીતે સત્ય ઠરશેઆકાશને તો સર્વ પદાર્થોને પોતાનામાં સમાવવા લોક વ્યાપી બનવું પડે છે જ્યારે આત્મા તો કેવલ્ય અવસ્થામાં દેહપ્રમાણ ક્ષેત્રમાં રહીને જ લોક-અલોક સર્વને પોતાની માત્ર એક સમયની જ્ઞાનની પર્યાયમાં સમાવી દે છે, તે જ જ્ઞાનમય આત્માની વિશેષતા છેમહાનતા છે. . . આના પરથી એ નક્કી થયું કે પોતાના દેહ પ્રમાણ મર્યાદિત ક્ષેત્રમાં રહીને જ્ઞાન ગુણ વડે વિષય-વિષયભાવ સંબંધથી આત્મા પદાર્થને જાણી શકે છે. જ્ઞાનશક્તિ જ એવી છે કે જે નિરાવરણ થયે છતે તેમાં સર્વ કાંઈ જણાઈ આવે, કાંઈ જ બાકી ન રહે.
પ્રવચનસારમાં પણ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ફરમાવે છે કે –
એક જ પદાર્થના સર્વધર્મોને સમકાળે જેવા જાણવા તે સદર્શન, કેવળદર્શન, કેવળજ્ઞાન છે.
એ સમ સમુચ્ચય દર્શન-પ્રમાણ દર્શન છે.