________________
1132 , હૃદય નયન નિહાળે જગધણી
૧) શું જ્ઞાન, શેય એવા પદાર્થ પાસે જાય છે ? કે . ૨) જોય એવા પદાર્થો જ્ઞાન પાસે આવે છે ? કે ૩) શેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે? કે ૪) અજ્ઞાની એવો આત્મા ઈન્દ્રિય નલિકા દ્વારા જોય સુધી જાય છે? કે
૫) આત્માનો જ્ઞાન પ્રકાશ ચંદ્રના કિરણોની જેમ સર્વત્ર ફેલાય છે? આમાં હકીકત શું છે? તેનું સમાધાન એ છે કે ૧) ન જ્ઞાન શેય પદાર્થ પાસે જાય છે. ૨) ન જોય પદાર્થ જ્ઞાન પાસે આવે છે. ૩) ન શેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે. ૪) ન આત્મા શેય પાસે જાય છે. ૫) ન તો જ્ઞાનના કિરણો સર્વત્ર ફેલાય છે કે ન તો શેયના કિરણો જ્ઞાન સુધી ફેલાય છે.
ઉપચરિત ભાષામાં જે કહેવું હોય તે કહી શકાય છે. પરંતુ વાસ્તવિક રીતે તો જ્ઞાનશક્તિ જ એવી છે કે “તેવું કાંઈ પણ થયા વિના તે સર્વ કાંઈ જાણી શકે છે જ્ઞાન એવી વિલક્ષણ વસ્તુ છે કે જગતમાં તેનું પૂરેપુરું બંધ બેસતું દૃષ્ટાંત મળે તેમ નથી.
વળી આત્મા કે જ્ઞાનને શેયની પાસે જવા પૂર્વકના સંબંધ દ્વારા જ જ્ઞાન થઈ શકતું હોત તો ભૂત અને ભવિષ્યના પદાર્થોને આત્મા શી રીતે જાણી શકે? અનંત ભૂત અને અનંત ભવિષ્ય કેવલજ્ઞાનની એક સમયની પર્યાયમાં જ જણાઈ જાય છે તે બતાવે છે કે જ્ઞાનની શક્તિ અચિંત્ય છે.
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. તેના કિરણોની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે પણ ચંદ્ર કાંઈ ભૂમિરૂપે કોઇ કાળે થતો નથી, એમ પોતાના અનંત જ્ઞાન ગુણ વડે સમસ્ત વિશ્વનો પ્રકાશક એવો આ આત્મા ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી પરંતુ સદા, સર્વદા ચૈતન્ય સ્વરૂપે જ રહે છે. અનંત એવા કેવલજ્ઞાનની અપેક્ષાએ જીવને લોકાલોક પ્રકાશક
પગલદ્રવ્ય પ્રતિ માત્ર બે દૃષ્ટિ કરવી. એક તો એ કે એ પરદ્રવ્ય છે અને બીજું પદ્રવ્ય હોવાથી
માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવ કરવો પરંતુ સમદષ્ટિ, ભેદ દષ્ટિ કે કર્તા-ભોતાના ભાવ ન કરવા.