________________
શ્રી પાર્શ્વનાથજી , 1131
અવેધ સંવેદન છે. ચતુર્થ ગુણસ્થાનકથી વેદસંવેદ્ય પદ માન્યું છે તેનું કારણ એ છે કે જે પદાર્થ જે રીતે વેદવા યોગ્ય છે તે પદાર્થનું તે રીતનું વેદન જ માન્યતામાં સ્વીકાર્ય હોય છે એટલે અવિરતિના ઉદયથી - કર્મના ધક્કાથી પુગલ ભાવનું વેદન સારું લાગે, તો પણ ત્યાં તેનો હેય રૂપે જ સ્વીકાર છે એટલે આત્મા આત્મતત્ત્વના વિષયમાં પ્રામાણિક બન્યો છે. આ પ્રામાણિકતા આવી એટલે એટલા અંશમાં વેધસંવેદ્યપદ આવ્યું. પછી ઉપર ઉપરની દૃષ્ટિમાં વેદસંવેદ્યપદ બળવત્તર બનતું જાય છે અને અંતે ક્ષપકશ્રેણી દ્વારા કેવલ્ય અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં તો પૂર્ણપણે સ્વરૂપનું જ વેદન છે અને પર પ્રતિ પૂર્ણ જ્ઞાતા દૃષ્ટાભાવ જ છે.
- મિથ્યાત્વના ઉદય કાળે ઉપયોગમાં ઊંધી દષ્ટિ-અવળી સમજ અને વિપરીત માન્યતાનું જોર હોવાથી જીવને પર પદાર્થને પ્રાપ્ત કરવાની તેમજ તેને ભોગવવાની ઈચ્છા રહ્યા કરે છે. તેનાથી આત્મામાં ખોટી વાસના-વિપરીત સંસ્કારો બંધાય છે, જેના ઉદયે ફરીથી પાછી ભોગની ઇચ્છા-પ્રવૃત્તિ-ભોગવટાનું ચક્કર ચાલે છે. અજ્ઞાનના કારણે ચાલતું આ ચક્ર એ કષાયચક્ર છે-વિષચક્ર છે. તેમાંથી જ્યારે અજ્ઞાન ટળે છે; દૃષ્ટિ સવળી બને છે, ઉપયોગમાં સ્વરૂપનો મહિમા આવે છે, ઉપયોગ વારંવાર સ્વરૂપ તરફ જોડાય છે ત્યારે અમૃત ચક્ર શરૂ થાય છે. " હવે આગળની ૩, ૪, ૫ અને ૬ ગાથાઓમાં અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કેવળજ્ઞાની સર્વ શેયને નિશ્ચિત સ્થાનમાં રહીને જાણી ન શકે, તેવી શંકા ઉઠાવીને ઉત્તરાર્ધમાં તેનો જવાબ યોગીરાજ આપવાના છે પણ તે ગાથાઓમાં પ્રવેશ કરતા પહેલાં સામાન્યથી જ્ઞાન થવામાં પ્રક્રિયા શું બને છે? તે જાણવું જરૂરી છે.
સાદાઈ, સરળતા, સંરકારિતા, પવિત્રતા; એ મોક્ષમાર્ગ છે, જે આવરણનો અંત આણે છે.