________________
1124
1124
હૃદય નયન નિહાળે જગધણી
છે
ઝીલાય છે. આમ કેવલજ્ઞાનની પર્યાયમાં સ્વય-જ્ઞાયક જણાતાં લોકાલોક વ્યાપી આકાશ પણ જણાઈ જાય છે. તેમજ આકાશને આધાર બનાવીને આકાશમાં રહેલા સર્વ દ્રવ્યો પણ તેના સર્વ પર્યાયો સહિત જણાઈ જાય છે. તેથી જ ક્ષેત્રથી વ્યાપક એવા આકાશ કરતાં પણ કેવલજ્ઞાન સ્વરૂપ આત્મા મહાન છે. મોટો એવો પર્વત પણ નાની એવી આંખમાં સમાઈ જાય છે. આંખ, દર્શન શક્તિથી મહાન છે તો આત્મા એની જ્ઞાનશક્તિથી મહાન છે. આ જ જ્ઞાત સત્તાની ચિટ્ટપતા છે.
દર્પણને જોવાથી જેમ દર્પણમાં પ્રતિબિંબ રૂપે રહેલ સર્વ કાંઈ દર્પણ સહિત દેખાઈ જાય છે, તેવી જ આ શેય, જ્ઞાન, જ્ઞાતાની અભેદરૂપ થતી પ્રક્રિયા છે. દર્પણનું દૃષ્ટાંત એકદેશીય છે. એ જ્ઞાનની વીતરાગતા અને. નિર્વિકલ્પતા એટલે કે અક્રમિકતા સમજવા માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે. દર્પણમાં વસ્તુની છાયા પડે છે, તેમ કેવલજ્ઞાનમાં કાંઈ પદાર્થોની છાયા પડતી નથી, તો પણ કેવલજ્ઞાનમાં બધું જણાઈ જાય છે કારણકે જણાવાની સકલાદેશીય ક્રિયા અસ્તિ-નાસ્તિ ઉભય ભાંગાથી યુક્ત હોય છે. અસ્તિ જણાઈ જાય એટલે નાસ્તિ જણાઈ જ જાય. અતિ રૂપે આત્મા જણાતા આત્મભિન્ન તમામ પદાર્થો નાસ્તિ રૂપે જણાઈ જાય છે. ગણિતના દાખલાનો સાચો જવાબ જેને જણાઈ ગયો તેને દાખલાના બધાં ય ખોટા જવાબો આપોઆપ સહજપણે જણાઈ જાય છે.
વળી આત્માનો જે અગુરુલઘુ એટલે કે સમસ્થિતતાનો ગુણ છે તે ગુણ અન્ય અસ્તિકાય દ્રવ્યોનો પણ છે. આ ગુણ વડે આત્માનું અન્ય દ્રવ્યો સાથે સામ્ય છે. તેથી આત્માને જાણતાં આત્મા સિવાયના સર્વદ્રવ્યોની જાણકારી આત્માને સ્વભાવમાં રહીને, પર ક્ષેત્રમાં ગયા વગર અને પરભાવ રૂપે પરિણમ્યા વગર આ અગુરુલઘુગુણના સાધમ્મથી થઈ જાય છે. -
સાધનનો ઉપયોગ કરી સિદ્ધ થવું, એ સાધનનો સદુપયોગ છે, સાધનમુક્તિ છે.
સાઘનનો ઉપયોગ કરવો અને સિદ્ધ ન થવું, એ સાઘનનો દુરુપયોગ છે.