________________
શ્રી પાર્શ્વનાથજી
1123
અને નિર્વિકલ્પ બનેલ જ્ઞાનની પર્યાયમાં સર્વ શેયનું પ્રતિબિંબ ઝળકે છે, સર્વયની પ્રતિકૃતિ ઉપસે છે. જ્ઞાનની સ્વચ્છતા, નિર્મળતા, નિઃશંકતા અને પૂર્ણતાને કારણે જ્ઞાતાને જેમ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે કે જે સ્વજોય છે, તેમ સર્વ શેયો કે જે પર શેય છે તે પણ જણાઈ જાય છે. આમ સ્વ જણાતાં પર પણ જણાઈ જાય છે માટે જ કહ્યું છે. “નો i નાફ, સો સવૅ નાળ - આચારાંગ સૂત્ર
શેય, જ્ઞાન અને જ્ઞાતાની સ્વક્ષેત્રે અભેદતા છે. જ્ઞાનમાં જે સ્વલ્લેય જણાય છે તે પરણેય સહિતનું જ જણાય છે. ટૂંકમાં સ્વજોય, સ્વપર્યાયમાં જણાતાં, સ્વપર્યાયમાં પડેલી પરણેયની છાયા પણ જણાઈ જાય છે. - પોતાનું પોતાપણું તે અસ્તિભાવ છે, તો જે પોતે નથી તે પોતાનો નાસ્તિભાવ છે. આમ પોતાનો નિર્ણય અસ્તિ-નાસ્તિ ઉભય ભાંગાથી થાય. આમ સ્વ જણાતા પર જણાઈ જાય છે. - પૂર્ણજ્ઞાનમાં જ્ઞાનને પરનું જાણવા જવાપણું નથી. જાણવા જવાની પ્રક્રિયા નથી. અહીં તો પર સઘળું અપ્રયાસ-સહજ જ જણાઈ જતું હોય છે. ‘going to know નથી પરંતુ ‘come to know' છે.
છદ્મસ્થનું જ્ઞાન પરને જાણવા જાય છે તેથી ત્યાં જ્ઞાનનું પરરૂપે થવાપણું છે. ‘going to know'ની સપ્રયાસ જાણવા જવાની પ્રક્રિયા છે, તેથી ત્યાં સ્થૂતતા છે, એટલે કે સ્વમાંથી ખસવાપણું છે. જ્યારે નિર્વિકલ્પપૂર્ણજ્ઞાન-કેવલજ્ઞાનમાં અપ્રયાસ છે. સાહજિકતા છે, સ્વસ્થિતતા છે. આ જ વીતરાગ, નિર્વિકલ્પ બનેલ જ્ઞાનની સર્વોપરિતા છે અને સર્વજ્ઞતા છે.
જે અસીમ, અનંત, સર્વ વ્યાપક આકાશ છે, તે પણ એના શેયત્વ સ્વભાવે કરીને જ્ઞાનની પર્યાયમાં શેયરૂપે ઝળકે છે, જ્ઞાનની પર્યાયમાં
જે ત્રિકાળ-સર્વકાલિન છે, તે સત્ છે-સત્ય છે-નિત્ય છે. જે અનિત્ય છે, તે અસત્ છે-મિથ્યા છે.