________________
1120
હૃદય નયન નિહાળે જગધણી
વિવેચનઃ સર્વ પદાર્થનું જાણવાપણું હોવાને લીધે આત્મા સર્વવ્યાપક છે અર્થાત્ વિભુ છે; એમ કહ્યું તો હવે તેની સામે પૂર્વપક્ષ આપત્તિ આપતાં કહે છે કે તો તો પછી આત્મા જ્ઞાનગુણથી જેને જેને જાણશે તે તે રૂપે તે પરિણામ પામી જશે અને તો જ તે પદાર્થને પૂરેપૂરો જાણી શકશે. સર્વ પદાર્થના જાણકારીપણામાં આત્મામાં ખામી ન હોય તો તેને સર્વ રૂપે પરિણમન પામેલો માનવો પડશે અને જો તે જાણવામાં જરા પણ ખામી રહી જશે તો તે સર્વ રૂપે પરિણામ પામેલ છે તેમ કહી શકાશે નહિ. ,
ટૂંકમાં પૂર્વપક્ષીનું એમ જ કહેવું છે કે, આત્મામાં સર્વ પદાર્થની જાણકારીને સ્વીકારવી હોય તો આત્મા તે તે સર્વ પદાર્થરૂપે પરિણમે છે તેમ માનવું પડશે અને જો તે સર્વ પદાર્થરૂપ પરિણમે છે તે માન્યતા સ્વીકાર્ય ન હોય તો સર્વ પદાર્થના જાણકાર રૂપે આત્માને કહી શકાશે નહિ. દરેક ગુણ, સ્વભાવે પૂર્ણ હોય છે અપૂર્ણ નહિ. દરેક દ્રવ્ય પોતાનું ગુણકાર્ય પોતાના સ્વભાવ પ્રમાણે પૂર્ણપણે જ કરે છે. જો તે તેમ ન કરે તો તે દ્રવ્યનું તે ગુણ-કાર્ય છે, એમ કહી શકાય નહિ. દરેક દ્રવ્યો પોતાની શુદ્ધ અવસ્થામાં પોતાનું ગુણ કાર્ય સતત, સરળ અને સહજપણે કરે છે, પૂર્ણપણે કરે છે તેમાં ક્યારે પણ આંચ આવતી નથી અને આત્માને સર્વદ્રવ્યના સર્વ પર્યાયોના જાણકાર રૂપે તો તમે માનો જ છો. જો તેમ ન હોય તો પછી “જ્ઞાનમય આત્મા’ એમ કહી શકાશે જ નહિ એટલે આત્માને સર્વદ્રવ્યના જાણકાર રૂપ માનવા જતાં સર્વ દ્રવ્યરુપે આત્માનું પરિણમન પણ માનવું જ પડશે.
આવી માન્યતાથી તો જ્ઞાન સર્વદ્રવ્યરૂપે પરિણમતા જ્ઞાન શેયાકાર થઈ જાય અને તેમ થતાં જ્ઞાનથી અભિન્ન આત્મા પણ જોયાકાર રૂપે પરિણમી જશે. એ રીતે જ તેને વિભુ-સર્વવ્યાપી માની શકાશે. એ રીતે
જગત જ્ઞાનાકાર છે - જગત શૈયાકાર છે.