________________
શ્રી પાર્શ્વનાથજી
પરપણું પામી જવાથી દરેક દ્રવ્યોને પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિપણું છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિપણું છે; તે સર્વમાન્ય જૈન સિદ્ધાંતનો અપલાપ થશે. કેમકે પર પદાર્થ માત્રને જાણવા જતાં, જો પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવપણું પામી જવાય તો તેનું પોતાનું તત્ત્વપણુંસ્વસ્વરૂપપણું ઘટી શકતું નથી.
“પર રૂપે કરી તત્ત્વપણું નહિ” - કોઈ પણ દ્રવ્યનું પોતાપણું બીજા દ્રવ્યરૂપે હોઈ શકતું જ નથી. તેથી આત્મદ્રવ્યનું સચેતનપણું, અચેતન એવા પુદ્ગલાદિક અન્ય દ્રવ્ય રૂપે હોઈ શકે નહિ અને જો તેમ થાય તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા પોતાનું ચેતનપણું છોડીને જડ રૂપે થઈ જાય. દ્રવ્યાંતર થઈ જાય. અચેતન બની જાય. આત્માને આત્મા છે એમ કહેવું અને પછી તે ચેતન નથી પણ જડ છે તેવો વ્યવહાર કરવો તે બેહુદુ છે. આત્મા કહેવો હોય તો તેને અચેતન-જડ-ચેતના વિનાનો ન કહેવાય અને જો અચેતન તરીકે વ્યવહાર કરવો હોય તો તેને આત્મા ન કહેવાય.
• આમ આત્માને સર્વ પદાર્થના જાણકાર રૂપે વ્યાપક માનવા જાવ તો તેનું તમારે પરરૂપે પરિણમન થયેલું માનવું પડશે અને પરરૂપે પરિણમન થયેલ માનવા જતાં તેના ચિરૂપ-ચેતન્ય સ્વરૂપની હાનિ માનવી પડશે.
પૂર્વ પક્ષે આપેલ આ આપત્તિનું સમાધાન આપતા જણાવે છે કે, જેનદૃર્શનના મતે જ્ઞાન અને જ્ઞાની એ બે જુદા નથી. બંને વચ્ચે કથંચિત્ ભેદ છે. એ માટે થઈને કેવલજ્ઞાન વડે લોકાલોકને જાણવારૂપે લોકવ્યાપી બને તો તેમાં કાંઈ વાંધો નથી. અન્ય દર્શનકારોની જેમ જૈન દર્શને આત્માને ક્ષેત્રથી વિભુ અર્થાત્ ક્ષેત્ર વ્યાપી વ્યાપક માન્યો નથી. જૈનદર્શનના મતે કેવલજ્ઞાન થાય ત્યારે પણ આત્મા તો દેહ વ્યાપી જ છે અને શરીરરહિત થયા પછી લોકાગ્રે પણ પોતાની અંતિમ અવગાહનાના
મોહની અસર સર્વથા જાય એટલે કેવળજ્ઞાન ! શાતા અશાતાની અસર સર્વથા જાય એટલે સિદ્ધત્વ !