SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 1118 , હૃદય નયને નિહાળે જગધણી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા પણ લખે છે – यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः। शुद्धानुभवसंवेद्यं, तद्रुपं परमात्मनः ॥ વૈખરી વાણી જે રૂપનું વર્ણન ન કરી શકવાથી પાછી ફરે છે, મનની ગતિ પણ જેમાં પ્રવૃત્તિ કરી શકતી નથી, એવા પ્રકારનું પરમાત્મ સ્વરૂપ માત્ર શુદ્ધ અનુભવજ્ઞાન વડે જાણવા યોગ્ય છે. સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જગકો વ્યવહાર, ક્યા કહીએ, કુછ કહ્યું ન જાયે, તું પ્રભુ અલખ અપાર. નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે નિમિત્તો-વ્યવહારો, ચિદ્ધનવિષે કાંઈ ન મળે. ભલે સો ઈન્દ્રોના તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઈન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતાં; નથી એ જોયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જિનવર. . તીર્થકર નામકર્મના વિપાકોદયનો વૈભવ એ બાહ્ય દશ્યરૂપ હોવાથી દેખી શકાય છે, જ્ઞાનની સંપૂર્ણતા-સર્વજ્ઞતા પણ દેશનાદિના વાણીવ્યવહારથી જાણી શકાય છે. પરંતુ કેવલી ભગવંતના-તીર્થકર ભગવંતના સહજ નિજાનંદને તો સ્વયં કેવલી ભગવંત થયા વિના અનુભવી તો નથી જ શકાતો પણ જણાવી પણ શકાતો નહિ હોવાથી, જાણી પણ શકાતો નથી. એ અનિર્વચનીય છે-અવકતવ્ય છે છતાં ઉપયોગબળને કેળવીએ તો, ઉપયોગબળની તાકાત, કાર્યબળને આપી શકીએ. ઉપયોગ એજ આત્મા છે અને કેવળજ્ઞાન ઉપયોગ -એજ પરમાત્મા છે. જ્ઞાન એ આત્મા છે અને કેવળજ્ઞાન એ પરમાત્મા છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy