________________
શ્રી પાર્શ્વનાથજી , 1117
સાધના જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સાધક એક એક ગુણસ્થાનક ઉપર ઉત્તરોત્તર આરોહણ કરતો જાય છે. અંતે ક્ષપકશ્રેણી દ્વારા વીતરાગતા પામી કેવલ્યદશાને વરે છે અને આયુષ્ય-કર્મ ક્ષીણ થયે છતે શૈલેશીકરણ દ્વારા આયોગી બની સિદ્ધાલયમાં ધ્રુવ આરામી બને છે. ધ્રુવ તત્ત્વનું આલંબન લઈ કરેલી સાધના સાધકને ધ્રુવ આરામી બનાવે છે.
સિદ્ધાવસ્થામાં શ્રમ નથી માટે ત્યાં આશ્રમ પણ નથી અને વિશ્રામ પણ નથી, થાક નથી માટે વિરામ પણ નથી પરંતુ ચારે બાજુથી સંપૂર્ણપણે સ્વરૂપમાં રમણતા કરવા રૂપ આરામ છે. ચૈતન્યની ચિરકાલીન પ્રકૃષ્ટ સ્કુરાયમાનતા છે. સંપૂર્ણતઃ અભય, અખેદ, અપ અવસ્થા છે.
સ્તવનની પહેલી કડીમાં યોગીરાજ આપણને સૌને નિજ ગુણ કામી બનવા દ્વારા ધ્રુવ આરામી બનવાની પ્રેરણા કરી રહ્યા છે અને તે
માટે ધ્રુવપદમાં શમી, નિષ્કામી, ગુણોના રાજા-ગુણનિધિ એવા પાર્શ્વપ્રભુનું - વ્યવહારનયે આલંબન લેવાની વાત કરી રહ્યા છે કે જે નિશ્ચય નયે પોતાના પરમ પરિણામિક ભાવ રૂપે રહેલ નિજ શુદ્ધ પરમાત્મ તત્ત્વનું જ આલંબન છે. આમ ઉપાસ્ય એવા પાર્વપ્રભુની ઉપાસના દ્વારા ઉપાસકને ઉપાસ્ય બનાવવાની વાત કવિશ્રીએ આ પ્રથમ કડીમાં ગૂંથી છે.
ધ્રુવ પદમાં રમણતા કરી રહેલા સિદ્ધ ભગવંતોના અક્ષયઅનંતસ્વરૂપને સર્વ કેવલી ભગવંતો જાણે છે, અનુભવે છે તો પણ તેના સંપૂર્ણ સ્વરૂપને વાણીથી તેઓ કહી શકતા નથી કારણકે તે વેદ્ય સંવેદ્ય પદ છે. સ્વસંવેદ્ય પદ છે. કહ્યું છે કે નિર્વિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ-અનુભવની પ્રીત રે..
ઓર ન કબહુ લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે.
તીર્થંકર પરમાત્મા પર્યાયાર્થિક નયથી દેશના આપે છે. એનો અર્થ એ છે કે
તેઓ જીવોને સીધેસીધા રસ્યો અને મર્મો સમજાવે છે.