________________
1100 , હૃદય નયન નિહાળે જગધણી
સંસાર આખોએ અધુવ, અશાશ્વત્ અને અનંતદુઃખથી ભરપૂર છે,
આશ્ચર્યની વાત તો એ છે કે જીવ સ્વરૂપ ભ્રષ્ટ થયો હોવા છતાં તેને તેની ખબર સુદ્ધાં પણ નથી કે હું સ્વરૂપ ભ્રષ્ટ થઈ ભટકી રહ્યો છું. પરંતુ જ્યારે કોઈક ધન્યપળે પ્રબળ પુણ્યોદયે આત્મજ્ઞાની સદ્ગુરુની કૃપાથી, નિતાન્ત ધ્રુવ પદમાં મહાલતા શ્રી પાર્શ્વપ્રભુને જાણ્યા ત્યારે જીવને ખ્યાલ આવ્યો કે ઓહ! આ મહારા પ્રભુ તો પોતાના સ્વરૂપમાં નિત્ય પદમાં ડૂબકી મારીને અનંત આનંદની મસ્તી માણી રહ્યા છે. આ ધ્રુવપદ અક્ષય, અકલંક, અનંત, પૂર્ણ, નિત્ય, અવ્યાબાધ, સહજ, નિરૂપચરિત, અકૃત, સ્વાધીન, સ્વપદ છે અને આ પદમાં રમનાર હોવાથી જ તેઓ નિષ્કામી બન્યા છે-અર્થાત્ પૂર્ણકામી થયા છે. તેઓ અશરીરી વીતરાગપૂર્ણકામ બન્યા હોવાથી તેમને હવે ધનની કામના નથી, પૌદ્ગલિક ભોગોની કામના નથી, પદ-પદાર્થ, પ્રતિષ્ઠા, પ્રશંસા માત્રથી ઉપર ઉઠેલા હોવાથી પોતાના અનંત ગુણોનું ઐશ્વર્ય પ્રતિ સમય તેઓ માણી રહ્યા છે. પોતાના ક્ષાયિક ભાવોમાં તે વિલસી રહ્યા છે. આ સ્વરૂપ પર-નૈમિત્તિક નહિ પણ ધ્રુવ એવા સ્વ-આધારિત હોવાથી નિત્ય . | સ્વરૂપમાં પૂર્ણપણે રમણતા એ જ આત્માનું સાચું ઐશ્વર્ય છે કે જે પ્રાપ્ત થયા પછી જાય નહિ અને જેને ભોગવવા, વિકલ્પ કરવા જેટલો પણ શ્રમ ન કરવો પડે, તે જ આત્માનું સાચું સ્વરૂપ છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિથી પ્રગટ થયેલ લોકાલોક પ્રકાશકતા, તથા તીર્થંકરનામકર્મના ઉદયથી પ્રાપ્ત અષ્ટપ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશયો, પાંત્રીસ વાણીના ગુણોનો બાહ્ય વૈભવ એ વ્યવહારનયે ઐશ્વર્ય ગણાય કે જેનું કાર્ય પરક્ષેત્ર છે. જ્યારે પૂર્ણપણે સાદિ અનંતકાળ માટેનું આનંદ વેદન એ નિશ્ચયનયે ઐશ્વર્યા છે કે જેનું કાર્ય સ્વક્ષેત્ર છે. આની આગળ ઇન્દ્ર, ચક્રી વગેરેના એશ્વર્ય પણ
મોહની ઉત્પત્તિ અંદર આત્મામાં છે; જે મોહભાવની ચેષ્ટા પગલદ્રવ્યની સાથે થાય છે અને બહારમાં દેખાય છે.