________________
શ્રી પાર્શ્વનાથજીક 1101
કોઈ વિસાતમાં નથી કારણકે તે અધુવ પદ છે. જ્ઞાન શક્તિ અને રસ ઉભય રૂપ છે. જ્ઞાન શક્તિથી પૂર્ણ થતાં લોકાલોક પ્રકાશકના રૂપે ઝળકે છે જ્યારે રસથી જ્ઞાન પૂર્ણતાને પામતા તે અનંત આનંદવેદન રૂપે બહાર આવે છે. પ્રકાશકતા પર પ્રતિ છે તેથી બાહ્ય વૈભવ છે. આનંદવેદન સ્વ પ્રતિ છે, જે આંતર વૈભવ છે. પ્રકાશકતા એ જ્ઞાનશક્તિની વ્યક્તતા છે અને આનંદ એ જ્ઞાન રસ વેદન છે. પર દ્રવ્યમાં જ્ઞાન જ્ઞાયક છે જ્યારે સ્વદ્રવ્યમાં જ્ઞાન વેદક છે. પર પ્રતિ જ્ઞાન શકિત રૂપે છે જ્યારે સ્વ પ્રતિ જ્ઞાન રસ રૂપે કામ કરે છે.
જેને પોતાના સુખ માટે ક્યાંય નજર કરવાની જરૂર નથી, તેવી વ્યક્તિને જો સ્વામી બનાવવામાં આવે તો ન્યાલ થઈ જવાય. જેની પાસે જે હોય તે જ બીજાને આપી શકે છે. તે જ પુષ્ટ નિમિત્ત બની શકે છે.
પાર્શ્વપ્રભુએ પોતાનું જેવું પૂર્ણ સ્વરૂપ, પર્યાયમાં પ્રગટ કર્યું છે તેવું જ સ્વરૂપ પરમ પારિણામિક ભાવે મારા આત્મામાં પણ અનાદિ અનંતકાળથી રહેલું છે. આજ દિ’ સુધી મેં મારા તે સ્વરૂપની શ્રદ્ધા ન કરી અને સ્વરૂપ ભ્રષ્ટ બની જીવ્યો માટે જ મારે અનંતકાળ સંસારની ચાર ગતિમાં ભટકી ભટકીને દુઃખ ભોગવવા પડ્યા છે. પ્રભુની જેમ હું પણ 'મારી પૂર્ણ સ્વરૂપનો ભોક્તા બની શકું છું. તે માટે નિમિત્ત કારણ રૂપે પ્રભુની સેવા એ જ એક અનન્ય ઉપાય છે; એમ સમજીને સાધક અનન્ય અશરણભાવે પ્રભુની શરણાગતિ સ્વીકારે છે. પ્રભુના દર્શને તારામૈત્રક રચાતા પ્રભુની અલૌકિક સમતા તેને જણાય છે. " ભીતરમાંથી મોહનીયનો ક્ષયોપશમ થતાં તેને ખ્યાલ આવે છે કે મારા નાથ, બીજા જીવના મોક્ષના અકર્તા છે કારણકે એ તો પોતે કૃતજ્યતાને - વરેલા છે. વળી પાછા વીતરાગ અને અક્રિય છે. મારા પ્રભુ કાંઈ સક્રિય
પર પદાર્થનું ગ્રહણ, એ જ મોહનું કાર્ય છે. મોહ છે ત્યાં સુધી દેહ છે અને
દેહ છે ત્યાં સુધી જીવ સંસારી છે.