________________
શ્રી પાર્શ્વનાથજી
છો અને આપના આલંબને અમારે પણ ધ્રુવ પદ પામવું છે. ધ્રુવ પદ એટલે છે-છે અને છે. જે હતું-છે અને રહેવાનું છે, જેનો નાશ કોઈ પણ કાળે નથી તે ત્રિકાલાબાધિત ધ્રુવ પદ એટલે નિશ્ચયી અચળ સ્થાન. તેમાં રમણતા કરનારા, આરામ કરનારા એવા માહરા સ્વામી એ પોતે નિષ્કામી છે એટલે સર્વકામનાઓ જેમની શાંત થઈ ગઈ છે, તેવા પૂર્ણકામ છે. ગુણોના રાજા છે, સર્વ ગુણોની સંપદા ક્ષાયિકભાવે જેમને વરેલી છે, કેવળજ્ઞાની છે, એવા ત્રણ લોકના નાથ, અનંત કરૂણાને કરનારા પરમાત્માને, જે ધણી તરીકે પામે છે; તે પોતે નિજગુણકામી બનીને એટલે સ્વરૂપને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા બનીને અંતે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરનાર ધ્રુવ આરામી બને છે. આતમ આરામી કેવળજ્ઞાની બને છે.
1099
વિવેચન : પ્રાણી માત્ર સત્તાએ શુદ્ધ-પરમ શુદ્ધ-સિદ્ધ સમાન હોવા છતાં અનાદિ-અનંતકાળથી ચારે ગતિમાં કર્મ સંયોગે જન્મ-મરણ • કરતાં થકાં અધ્રુવ સ્વરૂપે ભટકી રહ્યા છે. તેનું મુખ્ય કારણ મળેલા સંયોગોમાં તેની બુદ્ધિ અટવાઇ ગઇ છે. પોતાનું ધ્રુવ-નિત્ય-શાશ્વતઅવિંચળ સ્વરૂપ તે અનંતકાળથી ભૂલી ગયો છે અને અધ્રુવ-અનિત્યવિનાશી-પરિવર્તનશીલ, ક્ષણભંગુર સ્વરૂપવાળા પુદ્ગલોની મોહજાળમાં તે કસાયો છે.
ગીતામાં કહ્યું છે કે –
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अधुवं नष्टमेव च । ।। अधुवे असासयंम्मि संसारम्मि दुःक्ख पऊराए।
ઉત્તરાધ્યયન સૂત્ર
સુદેવ-સુગુરૂ-સુધર્મને પામ્યા છતાં, જો પોતે ‘સુ’ નહિ બને; તો નહિ તરે. પરંતુ જો કુદેવ-કુગુરૂ-કુધર્મને માનનાર, પોતે જો ‘સુ' બને, તો તરી જશે.