________________
1098
હૃદય નયન નિહાળે જગધણી
આવતા સ્તવનો આનંદઘનજીના નામે અન્ય રચિત છે. સ્તવનના અર્થગાંભીર્યને લક્ષમાં લેતાં આ છેલ્લા બે સ્તવનો મહામહોપાધ્યાય યશોવિજયજી રચિત હોવાની સંભાવના છે.
ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન તત્ત્વચર્ચાથી સભર છે અને તત્ત્વજ્ઞાનના ઊંડાણમાં લઇ જનાર છે. જૈન દર્શનના સ્યાદ્વાદ. દર્શનઅનેકાંત દર્શનની, નિત્યાનિત્યની, ભેદાભેદની વાત અને તત્ત્વજ્ઞાનના જે રહસ્યો છે તે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયથી સમજવામાં ખૂબ સહાયક છે. સિક્કાને બે બાજુ હોય છે. સવળી અને અવળી. સવળી બાજુથી જોનારાને તે સવળો જણાય અને અવળી બાજુથી જોનારને તે અવળો દેખાય છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જોનારને પદાર્થ નિત્ય જણાય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી જોનારને પદાર્થ અનિત્ય જણાય છે. સર્વાંગી દૃષ્ટિકોણથી જોનારને પદાર્થનું સર્વાંગીદર્શન થાય છે. સિક્કો ગોળ છે. તેને જે ખૂણેથી-જે દૃષ્ટિકોણથી-જે Angle થી જોવામાં આવે, તે દૃષ્ટિકોણ પ્રમાણે, તે સિક્કાનું દર્શન થાય છે.
સ્યાદ્વાદને સમજવો અને પચાવવો ઘણો કપરો છે. એકવાર જો તે સમજાઈ જાય તો દરેક વસ્તુ દીવા જેવી ચોખ્ખી ચણાક-સાફ જણાય. દરેક પદાર્થનું નિઃશંકપણે સ્પષ્ટ, સત્ય નિરૂપણ થઇ શકે. બાકી તો કહ્યું છે કે || સંશયાત્મા વિનશ્યતિ।। સત્ય તત્ત્વ સમજમાં આવી જાય તો ડહોળામણ અને ગૂંચવાડા દૂર કરનારું આ સ્તવન છે.
ધ્રુવ પદ રામી હો સ્વામી માહરા, નિષ્કામી ગુણરાય સુજ્ઞાની નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય.. સુશાની..૧
અર્થ : હે સ્વામી! હે નાથ! આપ ધ્રુવ પદમાં રમણતા કરી રહ્યા
પર વસ્તુ-સાઘન તત્ત્વોનો સદુપયોગ કરાય જ્યારે સ્વ વસ્તુ એવાં જ્ઞાન-દર્શન-યાસ્ત્રિનો અનુભવ કરાય.