________________
શ્રી પાર્શ્વનાથજી , 1097
અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુ. સાધારણ ગુણની સાધર્ખતા; દર્પણ જળ દૃષ્ટાંતા
શ્રી પારસ જિન પારસ રસ સમો, પણ ઈહાં પારસ નાહિ; સુ. પૂરણ રસીઓ હો નિજગુણ પરસનો, આનંદઘન મુજ માંહિil સુ.૮
જૈનશાસનને પામેલ દરેક વ્યક્તિને પ્રાયઃ એ વાત વિદિત છે કે યોગીરાજ આનંદઘનજીનો પ્રભુ શાસનમાં જન્મ સાધના દ્વારા સાધ્યને નિકટ લાવવા માટે જ થયો હતો. જેને શાસન નિર્દિષ્ટ લોકોત્તર ત્યાગ માર્ગ સ્વીકારીને આ મહાપુરુષે સાહિત્ય સર્જન કે પ્રભાવનાનો માર્ગ ન પકડતા, એક માત્ર સાધના–ધ્યાન સાધના દ્વારા આત્માના અનંત આનંદના ખજાનાને જ અનુભવ્યો છે અને તથા-પ્રકારનો યોગ હશે તેથી લોકો પણ તે આનંદ ખજાનાને માણે તે હેતુથી સ્તવન ચોવીસીની યોગ ચમત્કૃતિ રચના અનાયાસે થઈ ગઈ છે. . - આત્માના વિકાસક્રમના એકથી ચૌદ પગથિયામાં તેઓ સાતમા પગથિયા સુધી પહોંચી ગયા હતા. દ્રવ્ય-પર્યાયની અભેદ અનુભૂતિ સુધી પહોંચવા છતાં કાયમ માટેની પૂર્ણતા ને પામવા તેમજ આપણે સહુ પણ તે માર્ગે ચાલીને આગળ વધીએ એવા એક માત્ર પવિત્ર આશયથી તેઓ પાર્થપ્રભુને સંબોધી રહ્યા છે. સાથે સાથે પાર્થપ્રભુની સ્તવનાના માધ્યમે એઓશ્રી સ્વમાં સ્થિત રહેવાપૂર્વકની જ્ઞાનની સર્વવ્યાપકતાને સુપેરે સમજાવી રહ્યા છે. - શ્રીયુત્ મો.બિ.કાપડિયા જેવા સંશોધક વિદ્વાનોનું કહેવું એવું છે કે પૂ. આનંદઘનજી મહારાજે સ્તવન ચોવીસીના પહેલા બાવીસ સ્તવનો જ રચેલ છે. બાકીના બે, ત્રેવીસમા અને ચોવીસમા ભગવાનના મળી
સમભાવ, અન્ય જીવો પરત્વે રાખવાનો છે અને સ્વરૂપ ભાવ,
જીવે પોતે પોતામાં જાગૃતિપૂર્વક રાખવાનો છે.