________________
શ્રી નમિનાથજી
861
આમ આ બન્ને દર્શનો આત્મતત્ત્વનું સમ્યગ્ વિવરણ કરતા હોવાથી તેમજ તેમની માન્યતા સ્યાદ્વાદી એવા જૈનદર્શનને મોક્ષની પ્રાપ્તિ માટે માન્ય હોવાથી – આ પાયા ઉપર જિનદર્શન ઊભું હોવાથી અને જૈનાચારનું આચરણ પણ આ સિદ્ધાંતને અનુસરીને હોવાથી શરીર જેના આધારે ઊભુ છે એવા બે પગના સ્થાને તે બન્ને દર્શનોને સ્થાન આપ્યું છે. તેથી જ એને જિન સુર એટલે કે જિનવચનના પાયારૂપ-આધારરૂપ જણાવેલ છે.
અર્થાત્ સાંખ્ય દર્શન પુરુષ અને પ્રકૃતિના ભેદજ્ઞાન દ્વારા મુક્તિની વાત કરે છે. તે વાત જૈનદર્શનને અપેક્ષાએ સ્વીકાર્ય છે અર્થાત્ કોઇક જો વિશિષ્ટજ્ઞાની મહાપુરુષ કે જે અધ્યાત્મની વિશુદ્ધિને વરેલા છે, તેવાનો ભેટો થઈ જાય અને તેઓ પોતાની શુદ્ધિનો સંક્રમ સામા આત્મામાં કરે, તો આ ભેદજ્ઞાનનો પ્રયોગ શક્ય બની શકે છે અને તે દ્વારા આત્મા શીઘ્ર મુક્તિગામી બની શકે છે.
જેમ કે છદ્મસ્થાવસ્થામાં રહેલ વીર પ્રભુ કે જે યોગની સાતમી પ્રભા નામની દૃષ્ટિ સુધી પહોંચેલા હતા તેમજ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકના પ્રકર્ષને પામેલા હતા; તેમના સાનિધ્યથી અતિક્રોધી એવો ચંડકૌશિક પણ ક્ષમાશીલ બની મોક્ષમાર્ગ આરાધક બન્યો હતો. તે જ રીતે પોતાને સર્વજ્ઞ માનતા ઈન્દ્રભૂતિ ગૌતમ પણ પ્રભુના દર્શને-પરિચયે સંશય ટળતાં અજ્ઞાનીમાંથી જ્ઞાની, અવિરતિમાંથી વિરતિધર બન્યા હતા તેમજ પ્રભુ મુખેથી ત્રિપદી સાંભળવા દ્વારા દ્વાદશાંગના ધારક ગણધર બન્યા હતા.
આ સિવાય બીજા કેટલાય પ્રસંગો શાસ્ત્રોમાં જોવા મળે છે, જેનું વર્ણન ૧૫મા ધર્મનાથ ભગવાનના સ્તવનની ત્રીજી કડીમાં કરેલ છે, તે ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.
જ્યારે યોગદર્શન જે અષ્ટાંગયોગ દ્વારા મોક્ષપ્રાપ્તિ બતાવે છે,
તે
સતત્ વીતરણ અને કેવળજ્ઞાની બનવા ઈચ્છે છે તે સમકિતિ છે.