________________
860
હૃદય નયન નિહાળે જગધણી
યથાર્થ ઓળખ થઈ જાય તો પછી પ્રકૃતિના પંજામાંથી છુટી શકાય છે, એમ કહે છે.
આથી જ કરીને વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ સાંખ્યને બુદ્ધિશાળીઓમાં મુખ્ય તરીકે ઓળખાવે છે. સાંખ્ય દર્શનમાં આત્મતત્વને પામવા માટેની સૈદ્ધાંતિક વાતો બતાવી છે. થિયોરેટીકલ જ્ઞાન આપવામાં આવ્યું છે કે આ ઉપર કહ્યું, તે રીતે પુરુષની ઓળખ દ્વારા પ્રકૃતિથી મુક્ત થઈ શકાય છે.
જ્યારે યોગદર્શન એ સાંખ્યદર્શનની જ માન્યતાઓ સ્વીકાર કરતું હોવા છતાં, તે સાંખ્યદર્શનનો પ્રાયોગિક વિભાગ છે; જેમાં સાંખ્યદર્શનના સિદ્ધાંતનું અમલીકરણ કેમ કરવું તેનો પ્રયોગ બતાવવામાં આવ્યો છે. એમાં અષ્ટાંગ યોગ સાધવાની વાત કરી છે. યમ-નિયમથી સાધનાની શરૂઆત બતાવી છે. આસન-પ્રાણાયામ-પ્રત્યાહારથી સાધનાનો વિકાસ બિતાવ્યો છે તથા ધારણા, ધ્યાન, સમાધિ દ્વારા સાધનાનો અંતિમ તબક્કો બતાવવામાં આવ્યો છે.
અષ્ટાંગયોગની સાધનાને હઠયોગની સાધના કહી શકાય કારણકે તેમાં પ્રાણાયામ દ્વારા શ્વસન ક્રિયાનો વિરોધ કરવાનું બતાવ્યું છે. આસન દ્વારા કાયાની સ્થિરતા બતાવી છે. ધારણા દ્વારા ત્રાટકનું વિધાન કર્યું છે. આ રીતે શ્વસન પર નિયમન કરવા દ્વારા મન ઉપર નિયમન કરાવવાની વાત છે અને તે દ્વારા અંતે સમાધિ પામી સાધ્યને સિદ્ધ કરવાનું છે, જ્યારે રાજયોગમાં બળાત્કારે શ્વસન આદિનો નિરોધ કર્યા વિના જ્ઞાનયોગ દ્વારાઈશ્વર પ્રણિધાન દ્વારા-ભાવનાયોગ દ્વારા ચિત્તને શાંત કરી – ચિત્તને ભાવિત કરી ક્લેશાદિથી છુટવાનું વિધાન છે; જેમાં મન ઉપર નિયમન કરવા દ્વારા શ્વસન ઉપર-પવન ઉપર નિયમન કરવાનું છે. -
આત્માનું શુદ્ધ સ્વરૂપ અનૈમિત્તક અને અનુપયરિત છે.