________________
1090 , હૃદય નયન નિહાળે જગધણી
અવલંબને-તેના આશ્રયે જ પર્યાયમાં કાર્યશુદ્ધ-પરમાત્મા પ્રગટે છે. કારણપરમાત્માની જ ભાવના નિરંતર થતી રહે તો કાર્યપરમાત્મા થવાય
મારો કારણપરમાત્મા તે હું છું. હું દ્રવ્યસામાન્ય ત્રિકાળી છું. અને પર્યાય વિશેષરૂપ પરિણામોમાં હું નથી. પરિણામો તે ભેદરૂપ છે અને હું તો અભેદ-સ્વરૂપ, જ્ઞાયક, ચૈતન્ય પરમાત્મા છું. બહારમાં બધેથી ઉપયોગને ખેંચી લઈ ભીતરમાં પોતાના આત્મામાં વાળવાનો આ રાધાવેધ છે.
જ્ઞાનાદિ નિજશક્તિથી આત્મા સ્વયં નિર્મળ કાર્યરૂપે પરિણમે છે પરંતુ પરના અવલંબનથી નહિ. આ જ્ઞાનસ્વરૂપી આત્મદ્રવ્ય એવું છે કે અન્ય વડે તે ક્યારેય કરાયેલું નથી એટલે તે અકાર્ય છે-અકાજ છે. અને પોતે પણ કોઈ અન્યને કરતું નથી એટલે “અકારણ છે. આ રીતે વિચારતાં જણાય છે કે જ્ઞાન-સ્વભાવી આત્મા અકાર્યકારણપણારૂપ ધર્મથી સહિત છે. મારા “કારણકાર્ય મારામાં જ છે અને આ જ તો સ્વાધીનતા છે. જે સ્વયંભૂ હોય તે સ્વતઃ સિદ્ધ અને સ્વયં સિદ્ધ જ હોય એ ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. ' ,
જ્ઞાનનું કાર્ય તો જ્ઞાનરૂપ જ હોય કારણ કે સંવર-નિર્જરા-મોક્ષરૂપ નિર્મળ પર્યાય સહિતના આત્માને જ આત્મા ગણ્યો છે. આવા આત્માની શ્રદ્ધા થતાં આવા આત્માનું ભાન થતાં પરના કાર્યોમાંથી દષ્ટિ છૂટી જાય છે અને સ્વ-કાર્યના કારણરૂપ નિજસ્વભાવ ઉપર દૃષ્ટિ જાય છે એટલે સમ્યગ્દર્શન, વગેરે નિર્મળ કાર્ય થાય છે. તેથી જ સંતો વારંવાર પોકાર કરીને કહે છે કે હે ચેતન! તું તારા સહજ સ્વભાવને-શાયકમાત્ર ભાવને ગ્રહણ કર ! કારણ કે તેના ફળરૂપે તને કેવળજ્ઞાન પ્રગટે એવો તારો સ્વ-સ્વભાવ છે. ભાવનું ભવન સ્વમાં થવું તે જ સ્વભાવને પામવું છે.
કેવળજ્ઞાનનો સહજ ઉપયોગ એ સ્વાધીનતા છે.