________________
શ્રી નેમિનાથજી 1091
* રાજીમતિની પ્રગાઢ તત્ત્વપ્રેરક ચિંતવનાએ તેને કારણપરમાત્માનું અવલંબન લેવા પ્રેરી. જે દૃષ્ટિ પહેલા જગતના શેય ભાવો તરફ હતી, તે હવે ત્યાંથી હઠીને જ્ઞાન સન્મુખ થવા લાગી. પરમાં હું નથી અને હું માં પર નથી; આવી શ્રદ્ધા થતાં ઉપયોગ ચૈતન્યઘરમાં સ્થિર થવા લાગ્યો. સંકલ્પ વિકલ્પો શાંત થવા લાગ્યા. અજ્ઞાનકાળમાં જે પરાશ્રયપણું હતું, પરાધીનતા હતી, જે પરની ગુલામી હતી તેના કારણે આર્તરૌદ્રના જે જાળા આત્મા ઉપર બાઝતા હતા; તે બધું બરાબર દૃષ્ટિગોચર થયું.
બંધમાર્ગ તે બધો “અકાજ એટલે અકાર્યરૂપે જણાયો અને સંવર-નિર્જરા રૂ૫ અબંધ માર્ગ તે જ “કાજ' એટલે કાર્યરૂપે સમજાયો. એ પણ ખ્યાલ આવ્યો કે જે જાણે છે તે પર્યાય હું નથી પણ જે જણાય છે તે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તે જ “હું છું. બોધની સ્પષ્ટતા થતાં જે પૂર્વમાં “અકાજ એટલે અકાર્યરૂપે હતું તે સઘળું ‘કાજ' એટલે કાર્યરૂપે પરિણમી ગયું. .
. સઘળા ય પરિણામો પછી તે શુભ હોય કે અશુભ હોય કે શુદ્ધ હોય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક દ્રવ્યની અપેક્ષાએ વિચારતાં આત્માની બહાર જ છે કારણ કે પરિણામ તે પર્યાય છે અને દૃષ્ટિપ્રધાન અધ્યાત્મ-શૈલિમાં ' જ્ઞાયક ઉપર દૃષ્ટિ સ્થિર કરવા માટે પર્યાયને હેય માનવામાં આવી છે.
પર્યાયને પદ્રવ્ય યાવત્ અદ્રવ્ય માનવામાં આવેલ છે. પર્યાય ક્ષણિક છે. "ક્ષણે-ક્ષણે પલટાય છે ક્ષણિકના આશ્રયે મોક્ષમાર્ગ કે મોક્ષ ક્યારેય પણ પમાતો નથી. અપૂર્ણના આધારે પૂર્ણને પમાય નહિ. પૂર્ણના આધારે જ પૂર્ણને પમાય. . રાજીમતિને એ સમજાયું કે હવે તો પારગામી થવું એ જ શ્રેષ્ઠ છે. નેમનાથ પ્રભુના ચરણોમાં સમર્પિત થાઉં ત્યારે જ સિદ્ધિપદને પમાય.
કેવળજ્ઞાનનો સરળ ઉપયોગ એ વીતરાગતા છે.