________________
શ્રી નેમિનાથજી , 1089
નિજ કારણ-પરમાત્મા છે. મારા કાર્યમાં સફળતા મળશે કે નહિ એની ગણના કર્યા વિના હે પ્રભો ! મેં આપને ભજ્યા છે. રાત દિ આપની જ ભક્તિમાં મારો આત્મા લાગેલો છે; તો હે પ્રભો ! કૃપા કરીને આપ મને આપનું આનંદઘનપદ આપો અર્થાત્ મુક્તિનું સામ્રાજ્ય આપની કૃપાથી મને મળો; એમ હું ઇચ્છું છું.
વિવેચનઃ યોગીરાજ આનંદઘનજી મહારાજે અંતિમ ગાથામાં નિચોડરૂપ.કારણ-કાર્ય, ઉપાદાન-નિમિત્ત, વગેરેને રાજીમતિના મુખકમળ દ્વારા પ્રગટિત કરીને નિજપરમાત્માની ભજના કરવા દ્વારા પરમાત્મતત્ત્વમાં 'નિમજ્જન થવા અનેરી વાત કરી છે. પોતાના આંતર-બાહ્ય પરિણામોને ગણનામાં ન લેવા દ્વારા એક જ અભિલાષ વ્યક્ત કર્યો છે કે તે તેમનાથ ભગવાન ! આપ જેમ સ્વ વડે સ્વમાં લીન થયા છો, પારગામી બન્યા છો તેવો જ મારો સ્વરૂપલીનતારૂપ આ વ્યાપાર સ્વામીપણાને પ્રાપ્ત થાય. હું મુક્તિને વરું તેવા મારા આંતર-અભિલાષને પૂર્ણ કરો. 1. એવા પોતાના આંતર-મનોરથને વ્યક્ત કરવાદ્વારા એક ઉન્નતકોટિની લાક્ષણિકતાને જ સ્વ-પર બોધાર્થે મુખરિત કરી છે. આ “કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ.”
તે પોતાની ચિંતનાત્મક ભૂમિકામાં રાજીમતિને પરમાત્મસ્વરૂપ ચિંતવતા અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, સ-અસત્ વગેરે પરસ્પર વિરોધી-ધર્મો દરેક દ્રવ્યમાં રહેલા જણાયા. પરસ્પર વિરોધી-ધર્મો એક જ આત્મામાં રહેતા હોવા છતાં તે વસ્તુ સ્વભાવને જ સિદ્ધ કરે છે તેમ જણાયું. | સહજ અનંતગુણાત્મક ત્રિકાળી એવું આત્મદ્રવ્ય કે જે માત્ર જ્ઞાયક છે તેનો જ જીવને સદા આધાર હોવાથી તે કારણ-પરમાત્મા છે તેના
સાધનાના પ્રયોગ, સ્વયં સાધક બનીને ન કરો, તો કદિ સિદ્ધિ નહિ મળે.