________________
1088
હૃદય નયન નિહાળે જગધણી
મુક્તાત્મા-સિદ્ધાત્મા થતાં ૧) જન્મ-જરા-મૃત્યુ ૨) આધિવ્યાધિ-ઉપાધિ ૩) મન-વચન-કાયા ૪) કરણ-કરાવણ-અનુમોદન ૫) અધોલોક-તિછલોક-ઉર્ધ્વલોકના પરિભ્રમણ ૬) ઇચ્છા-વિચારઆવરણ ૭) ગુણદોષ-પુણ્યપાપ-સુખદુઃખ ૮) કષાય-નોકષાય-અજ્ઞાન ૯) ભૂત-ભાવિ-વર્તમાન કાળથી સર્વથા છૂટી જાય છે.
આ માટે ૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન મેળવી ૨) અહિંસાસંયમ-તપધર્મની આરાધના કરી ૩) ઈચ્છાયોગ-શાસ્ત્રયોગ-સામર્થ્યયોગ - સાધી ૪) ચરમયથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરકણ-અનિવૃત્તિકરણ કરી ૫) સુદેવ-સુગુરુ-સુધર્મરૂપ તત્ત્વત્રયીના ઉપાસક બની ૬) સમ્યમ્ દર્શનજ્ઞાન-ચારિત્રના આરાધક બની ૭) અનુકૂળ સાધન દ્વારા સાધ્યને અનુરૂપ સાધના કરી સાધ્યની સિદ્ધિ કરી ૮) ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકરૂપતાઅભેદતા સાધી ૯) યોગાવંચક-ક્રિયાવંચક-ફલાવંચક બનવાનું હોય છે.
આ જ નવસેરા મુગતાહારના ધારણથી આત્મભાવનું પોષણ થાય છે અને ભવનિસ્તરણ થાય છે માટે તે જ ધારણ-પોષણ-તારણો નવસર મુગતાહાર કહેલ છે.
આત્મા પોતે જ પોતાના વડે પોતાનામાં રમણતા કરે ત્યારે પરમાત્મભાવને પામે છે; એ નિર્વિકલ્પદશાના સિદ્ધાંતને યોગીરાજે આ સોળમી કડીમાં ઉજ્જાગર કર્યો છે. મોક્ષ પામવા માટે આ જ એક ઉપાય છે. તે જ વાતને હવે ઉપસંહાર રૂપે છેલ્લી કડીમાં જણાવે છે.
કારણ રૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ, મ. કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ.. મનરા..૧૭ અર્થ વ્યવહારનયે જે નેમિનાથ પ્રભુ છે તે જ નિશ્ચય નયે મારો
ધ્યાન એટલે ધ્યેયમાં એકાગ્રતા.