________________
| શ્રી નેમિનાથજી , 1087
૬) માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય ૭) કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોતલેશ્યા ૮) હાસ્ય-રતિ-અરતિ ૯) ભય-શોક-દુગંછા
આ નવ પ્રકારના ત્રિવિધ મિથ્યાયોગનો ત્યાગ કરીને નીચેના નવપ્રકારના વિવિધ સમ્યયોગને ધારણ કરીને આરાધના કરવાની છે.
૧) સમ્યગ્રદર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્ર ૨) મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ ૩) આત્મરાગ (પરમાત્મરાગ)-આત્મસ્નેહ-આત્મષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ) ૪) આત્મરિદ્ધિ (આત્મવૈભવ)-આત્મસિદ્ધિ (પરમાત્મત્વની
પ્રાપ્તિ)-શાશ્વત્ આત્મસુખ ૫) વીતરાગ-સર્વશદેવ-નિર્ગદગુરુ-અહિંસાધર્મ (આત્મધર્મ) ૬) સમ્યકત્વ-સરળતા-સમર્પિતતા
૭) તેજો-પપ્ર-શુક્લલેશ્યા . ૮) પ્રસન્નતા-સ્થિતપ્રજ્ઞતા-સ્વરૂપસ્થતા . ૯) અભય-અશોક-અદુગંછા
છોડવા જેવા મિથ્યાત્વને છોડવાથી અને મેળવવા જેવા સમ્યકત્વની પ્રાપ્તિથી મુક્તાહારને વરાય છે એટલે કે મોક્ષ પમાય છે અર્થાત્ આત્મા એના સર્વકાલીન, શુદ્ધ, પરમ પરિણામિકભાવ સ્વરૂપ જ્ઞાયક આત્માથી અભેદ થઈ સ્વરૂપ ભોક્તા-સચ્ચિદાનંદ બને છે. સત્ એવો ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મા છે, છે તો ચિસ્વરૂપ પણ એના આનંદસ્વરૂપથી વિખૂટો પડી ગયેલ એવા એ આનંદને પ્રાપ્ત કરતાં જ સચ્ચિદાનંદ પદે બિરાજમાન થાય છે.
ભાવના એટલે લક્ષ્યને આંબવાની લગની.