________________
1086 , હૃદય નયન નિહાળે જગધણી
અર્થમાં સુખથી ભરી દેનારા અને સુખમાં ઠારનારા ભરથાર છે. લગ્નના માંડવે કન્યા પતિના ગળામાં વરમાળા નાંખતી હોય છે તેમ અત્રે લગ્નના પ્રસંગે ચોરીનાં મંગળસૂત્રરૂપ જે નવસેરો હાર પહેરાવવાનો હોય છે તે કેવો છે? તે બતાવતા કહે છે કે મુક્તિને આપનારો છે અને આત્માને એના પરમાત્મસ્વરૂપને પમાડનારો છે. સ્વયંને સ્વયથી વરાવનારો અર્થાત્ સ્વયંવરને પ્રાપ્ત કરાવનારો હાર પહેરાવ્યો છે જે મુક્તિમાળ છે-મોક્ષમાળા છે.
ભગવાન શ્રી નેમિનાથે આદરેલો અને વિવાહ કરી જાન લઈને. આવીને પાછા ફરતાં નિર્દેશેલો જે ત્રિવિધ-યોગનો માર્ગ છે, તે જ ભગવાન આત્મા કે જે સ્વયંનો નાથ છે-ભરથાર છે કે જે સુખથી ભરી દેનારો-ભરપૂર સુખમાં ઠારનારો છે; તેને પામવાનો માર્ગ છે.
ત્રણ પ્રકારનો જે મિથ્યાયોગ છે તેનો ત્યાગ કરવાનો છે અને જે તારનારો, આત્મધર્મને પોષનારો ત્રણ પ્રકારનો સમ્યોગ છે તે ધારવાનો છે-આદરવાનો છે-આરાધવાનો છે. તેનાથી જ આત્માને પોતાના ત્રણ સ્વરૂપયોગની પ્રાપ્તિ થાય છે.
ત્રણ પ્રકારનો જે મિથ્યાયોગ ત્યાજ્ય છે-હેય છે એટલે કે ઉપેક્ષનીય છે પણ દ્વેષ કરવા યોગ્ય નથી. તે નીચે પ્રમાણે છે.
૧) મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર ૨) અશુભ મન-વચન-કાયયોગ અને તેનાથી થતું કરણ-કરાવણ
અનુમોદનરૂપ યોગ જે મનોદંડ-વચનદંડ-કાયદંડ છે. (૩) કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ ૪) રિદ્ધિગારવ-સિદ્ધિગારવ-શાતાગારવ ૫) કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર
વિયાર એટલે પદાર્થના સ્વરૂપની બૌદ્ધિક તપાસ.