________________
1080
હૃદય નયન નિહાળે જગધણી
છે તથા પોતાનામાં રહેલ પોતાપણાનું પ્રકાશન એટલે કે પરમાત્મભાવનું પ્રકાશન એ જ ચારિત્ર છે; આવું જ્ઞાન રાજીમતિને થયું.
જ્ઞાનનો આવો ઉઘાડ થતાં એ જ્ઞાન પ્રકાશમાં સમ્યગ્ સમજણ આવી કે મારી જીવંતતા, મારું ચૈતન્યત્વ એ કાંઈ મન-વચન-કાયાદિ દ્રવ્યપ્રાણથી નથી પણ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ભાવપ્રાણથી છે..
જ્યાં મન-વચન-કાયાદિ એ આત્માના પ્રાણ જ નથી તો પછી એ મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એવો પ્રશ્ન જ ક્યાં રહે છે ? કરણ-કરાવણ અને અનુમોદનની ક્રિયામાં તો કરવાપણું છે અને તેનાથી તો શુભાશુભ આશ્રવ છે અને તેનાથી તો શુભાશુભ બંધ છે. વળી બંધ છે માટે તો ગતિચતુષ્કમાં ભમવાપણું છે-ભટકવાપણું છે-ફેંકાવાપણું ને ફંગોળાવાપણું છે.
સાધક એવા આત્માનું પ્રયોજન તો પરમાત્મા થવાનું છે. મોક્ષ પામવાનું છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં અક્રિય છે. કરવાપણું, બનવાપણું કે થવાપણું એ આત્માના સ્વભાવમાં નથી. આત્માના સ્વભાવમાં તો ઠરવાપણું, સમાવાપણું અને હોવાપણું છે. આમ મન-વચન-કાયયોગના ત્રિકરણ એ અશુભ હોય તો હેય જ છે પણ શુભ હોય તો પણ તે ઉપાદેય તો નથી જ. ગુપ્તિમાં ન રહેવાય અને મિતાચરણ થઈ જાય એ વાત જુદી છે.
દેવચંદ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં ગુપ્તિને ઉત્સર્ગ અને સમિતિને અપવાદ તરીકે ઓળખાવે છે. સાધના તો મનવચન-કાયાની ગોપનીયતા સ્વરૂપ ગુપ્તિની જ હોય; જેનાથી યોગાતીત થઇને, ઉપયોગવંત બનીને અશરીરીપણાને પમાય, નિઃશબ્દ થવાય.
પોતાનામાં જે પરનું ભરાવાપણું-ખૂંપવાપણું છે, તે પર જ ખૂંચે છે અને કઠે છે. કાંટાની જેમ એ પોતાના પોતાપણાને ભેદે છે-વીંધે છે.
દૃશ્ય એ નિમિત્ત છે. જ્યારે દષ્ટિ એ આંતરવૃત્તિ છે-ભાવ છે, જે ઉપાદાનરૂપ છે.