________________
શ્રી નેમિનાથજી , 1079
દેવ, ખોટા ગુરુ અને ખોટા ધર્મથી છૂટાય. એ માટે સદ્ગુરુનો સુયોગ થવો જોઈએ. જે સાચા દેવ અને સાચા ધર્મતત્ત્વની ઓળખ કરાવે. ગીતાર્થ, સંવિગ્ન, નિગ્રંથ, ત્યાગી ગુરૂ એ પરમાત્મ-તત્ત્વના ચાહક અને વાહક છે. તેઓ પરમાત્માની તેમજ પરમાત્મા જેનાથી બનાય છે તે દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગરૂપ ધર્મની ઓળખ કરાવે છે અને એના દ્વારા મોક્ષમાર્ગના દર્શક બને છે.
વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માની ઓળખ થવાની સાથે ભીતરના નિજપરમાત્માની ઓળખ થાય છે. સાધક આત્માનો વર્તમાન પર્યાય અલ્પજ્ઞ છે પણ તેનું દ્રવ્ય તો પરમાત્માતુલ્ય પૂર્ણ જ છે. એ નિજ પરિપૂર્ણતાના આશ્રયે દ્રવ્યદૃષ્ટિ કેળવી પરિપૂર્ણ થવાશે પણ અલ્પજ્ઞ પર્યાયના આશ્રયે પરિપૂર્ણ થવાશે નહિ કારણકે જે પોતે સ્વયં જ અપૂર્ણ છે તેના આશ્રયે પૂર્ણ કેમ બનાય ? પૂર્ણના આશ્રયે જ પૂર્ણતા પ્રગટે એવો ત્રિકાલાબાધિત સિદ્ધાંત છે. આથી જ પ્રભુશાસનમાં દ્રવ્યદૃષ્ટિનો મહિમા અદકેરો બતાવવામાં આવ્યો છે. અલ્પજ્ઞ પર્યાયના આશ્રયે જ સંસાર લંબાય છે, તેને દ્રવ્યદૃષ્ટિનું આલંબન લઈ ટૂંકાવી નાંખવાનો છે અને મોક્ષે જવાનું છે.
આમ વિચાર-વલોણું કરતાં નિષ્કર્ષરૂપી નવનીત લાધ્યું કે આત્મકામી-આત્મસ્નેહી-આત્મલક્ષી થવા માટે વીતરાગ પરમાત્મા એવા સુદેવનો, નિગ્રંથ એવા સુગુરુનો અને આત્માને આત્મામાં ધારી રાખનારા સુધર્મનો યોગ થવો જોઈએ.
પોતામાં પોતાપણાનું શ્રદ્ધાન એ જ આત્મવિશ્વાસ-આત્મદઢતા છે કે જે સમ્યગુ દર્શન છે, પોતામાં રહેલ પોતાપણાની જાણ એટલે કે હું કોણ? એ યક્ષ પ્રશ્નનો ઉકેલ તે આત્મજ્ઞાન, એ જ સભ્ય જ્ઞાન
મૂર્તિમાં ભગવાનના દર્શન કરી, પોતાના આવરણનો ભંગ કરી, નિરાવરણ બનીએ,
તો નિશ્ચયથી ઘર્મ થયો કહેવાય.