________________
શ્રી નેમિનાથજી 1081
તેથી તે શલ્યરૂપ છે. આત્માના સ્વરૂપને આવરનારા તે ત્રણ ઘટકો માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય છે.
માયાશલ્યમાં છળ, કપટ, ઠગાઇ, બેવફાઈ, છેતરપીંડી, વંચકતા છે. સરળતાનો અભાવ છે. આ શલ્યના પ્રભાવમાં જીવો જેવા દેખાય છે તેવા હોતા નથી અને જેવા હોય છે તેવા દેખાતા નથી. મન-વચનકાયાના પ્રવર્તનમાં વિપરીતતા હોય છે.
નિયાણશલ્યમાં નાદાની છે. મહામુશ્કેલીથી મેળવેલી મહામૂલ્યવાન લબ્ધિને કોડીના મૂલ્યે વેચી દેવાની મૂર્ખામી છે. અવિનાશીના બદલામાં વિનાશીને ખરીદર્વાની બાલચેષ્ટા છે. હવેલી લેવા જતા ગુજરાત ખોવા જેવું છે.
મિથ્યાત્વશલ્યમાં પોતાપણાની અભાનતા છે અને જે પોતાનું નથી એવા પરમાં નિજ-આત્માની બુદ્ધિ છે. સ્વના વિષયમાં બેભાનતા છે અને પરમાં ગુમરાહ બનવાપણું છે. વિનાશીમાં અવિનાશીનો, અનિત્યમાં નિત્યનો અને અશુચિમાં શુચિપણાનો ભ્રમ છે-ભ્રાન્તિ છે જે અવિવેક ખ્યાતિ છે. એ અવિદ્યા-અજ્ઞાન છે.
આત્મા નિઃશલ્ય થાય તો આત્મશીલ થાય. આત્મશીલ ન થાય ત્યાં સુધી આત્મા એનો રંગ નહિ બતાવે. વલણ ફરે તો વર્ણ બદલાય. જેવું વલણ તેવો વર્ણ. જેવા ભાવ તેવો રંગ. આત્માનું વલણ અને ભાવ ઉજળા છે તો વર્ણ પણ તેજો-પદ્મ-શુક્લલેશ્યાનો છે પરંતુ જો વલણ અને ભાવ ઉજળા નથી પણ મિલન છે તો વર્ણ પણ કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાનો છે. વર્ણ-લેશ્યા આત્માની ઉજ્જવળતા અને મલિનતાના સૂચક છે.
વિપરીત-વલણ અને અશુભ-ભાવમાં આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપની સંતપ્તતા છે પણ જો વલણ આત્મલક્ષી અને ભાવ શુભ
ક્ષણિક મન એ ક્રમિક મન છે. એમાં દૃશ્ય પ્રમાણે ઉપયોગ બદલાતો રહે છે.