________________
1074
હૃદય નયન નિહાળે જગધણી
રાજીમતિના જીવનમાં વળાંક આવ્યો. વલણમાં બદલાવ આવ્યો. દિશા ફરી. વિમુખતામાંથી અભિમુખતા અને સન્મુખતા આવી.
અધ્યાત્મમાં પહેલા દિશા-મોક્ષ છે પછી દશા-મોક્ષ છે. સમ્યકત્વની પ્રાપ્તિ એ દિશા-મોક્ષ છે જ્યારે કેવલજ્ઞાનનું પ્રગટીકરણ એ દશા-મોક્ષ છે. ઉપરોક્ત વિચારણાના પરિપાક રૂપે નિર્ણય થયો કે સ્વામી નિવાર્ણમાર્ગને અનુસરીને વીતરાગ, સર્વજ્ઞ બન્યા છે. તે વીતરાગ માર્ગ જ નિશ્ચય રત્નત્રયીથી યુક્ત અનંત-ચતુષ્ક પ્રદાયક હોવાથી મારે માટે પણ તે જ આદરણીય છે-આરાધ્ય છે-ઉપાસ્ય છે. અનંત ચતુષ્ટય ને પામવા વીર્યને રત્નત્રયીમાં ફોરવવું તે જ યોગ્ય છે. અત્યાર સુધીમાં અનંતાનંત આત્માઓ રત્નત્રયીમાં ઉત્કૃષ્ટ વીર્ય ફોરવીને જ અનંત ચતુષ્ટયના ભોક્તા બન્યા છે.
રાજીમતિએ એ પણ જાણ્યું કે ધર્મનું લક્ષણ એવા અહિંસા, સંયમ અને તપને ત્યારે જ પમાય કે જ્યારે તેના તતદ્ સ્વરૂપને પૂર્ણપણે જાણવામાં આવે.
ધર્મનું લક્ષણ અહિંસા કહ્યું છે અને તે સ્વરૂપ-રમણતારૂપ શુદ્ધોપયોગરૂપ છે. સ્વરૂપના ઉત્સાહથી તેનો જેટલા અંશે ઘાત ન થાય તેટલા અંશે અહિંસા છે. તેમાં મિથ્યાષ્ટિ જીવને તો ખરી અહિંસા હોતી જ નથી.
ત્રિકાળી ધ્રુવ સામાન્ય નિજ આત્માની રૂચિ-પ્રીતિને સ્વરૂપ ઉત્સાહ કહ્યો છે તેમાં શુદ્ધોપયોગરૂપ રમણતા તે અહિંસા છે. પરસમય અને પરભાવમાં રમણતા તે આત્મા પ્રતિનો ક્રોધ છે, અપ્રીતિ છે, અરૂચિ છે અને તેને જ તત્ત્વથી હિંસા કહી છે.
આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામનો ઘાત કરવાવાળો ભાવ તે
આત્મા સિદ્ધ સ્વરૂપ છે, બ્રહ્મસ્વરૂપ છે; એમ સમજી દેહભાન ભૂલી આત્મામાં લીન થવું એ મોક્ષ પુરુષાર્થ છે.