________________
શ્રી નેમિનાથજી
ભાવ હિંસા છે તેથી તાત્પર્ય એ આવ્યું કે રાગાદિભાવોની ઉત્પત્તિ ન થવી તે જ તત્ત્વથી અહિંસા છે, તે જ ભાવથી અહિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે જ તત્ત્વથી હિંસા છે. કારણકે તેમાં ચૈતન્ય પ્રાણો હણાય છે. - મિથ્યાદષ્ટિ આત્માને મિથ્યાત્વના કારણે રાગાદિ ભાવો સતત ચાલ્યા જ કરે છે અને તેથી સમયે-સમયે તેને ભાવમરણ ચાલુ જ છે અને આ ભાવમરણ તે આત્માની હિંસા છે તેથી ત્યાં ભાવધર્મનો અંશ પણ નથી. આ હિંસાના પાપમાં અસત્યાદિ ચારે ય પાપો સમાઈ જાય છે. સ્વરૂપનું લક્ષ કરાવવા માટે તેને જુદા બતાવ્યા છે. તેથી જો સ્વરૂપનું લક્ષ્ય નિરંતર રહેતું હોય તો દ્રવ્ય-પ્રાણોના વિયોગ થવા માત્રથી હિંસાનું પાપ કહેલ નથી પણ પ્રમાદભાવ તે જ હિંસા છે. પ્રમાદના યોગથી ભાવ પ્રાણોનું મરણ અવશ્ય થાય છે.
સમાલોચન કરતાં એ નક્કી થયું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ એ સ્વરૂપનો ઘાત કરનાર હોવાથી તેને હિંસા જાણવી અને સમિતિ, ગુપ્તિ; મહાવ્રતો, અનુપ્રેક્ષા, સ્વાધ્યાય, પરિષહ-જય, જ્ઞાયકભાવમાં રમણતાદિને અહિંસા જાણવી કારણકે તે ઉત્તરોત્તર ભાવવિશુદ્ધ દ્વારા "સંવર-નિર્જરાનું કારણ બને છે.
“સંયમ શબ્દમાં ‘સ એટલે સમ્ય પ્રકારે અને યમ એટલે વ્રતો જાણવા. વ્યવહારવ્રત શુભભાવરૂપ છે પાંચમાં ગુણસ્થાને દેશવિરતિધરને તે વ્રતો દેશથી હોય છે જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવિરતિધરને તે સર્વથી હોય છે જ્યારે સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા હોય છે અને તેનાથી આગળ-આગળના ગુણસ્થાને તે નિર્વિકલ્પ દશામાં વિશેષ-વિશેષ લીનતા હોવાથી ચારિત્રગુણની વિશુદ્ધિ હોય છે. વ્યવહાર ચારિત્ર એ પરાશ્રિત છે
સ્વને ય ન જાણે અને પરને ય બરોબર ન જાણે, તેનું નામ અજ્ઞાન. પોતે જાતે અનુભવે છતાં,
જાત અનુભવનું ય જ્ઞાન નહિ તે અજ્ઞાન.